________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* | સામાયિકની શ્રેષ્ઠતા
ચાતુમાસમાં ખેડૂત અને ધમી અને ખેતી કરે છે. ખેડૂત ધરતીની ખેતી કરે છે, ધમી આત્માની ખેતી કરે છે. ખેડૂતની માફક ધમીએ હૃદયની ધરતીને ઊંડી ને પિચી બનાવવાની છે. સંસારના સંબંધે ત્યજવાના છે. સામાયિક અંગીકાર કરવાનું છે.
સાધનામય જીવન બનાવવાનું છે. ખેડૂત પિતે સારે પાક લેવા ખાતર દુખે વેઠે છે, તેમ આપણે જીવનમાંથી સુંદર પરિપાક મેળવવા જીવનને સાધનામય બનાવવાનું છે. સાધનાની પ્રથમ ભૂમિકા સામાયિક છે. સમઆય એટલે સમ્યફલ રીતે મેળવવું તે. સામાયિકમાં બેસે ત્યારે અંતરમાં ઊતરી જવાનું છે. પુણિયા શ્રાવકના સામાયિકને વિરપ્રભુએ વખાણ્યું હતું. તેના એક સામાયિક માટે શ્રેણિક મહારાજ રાજ્યવૈભવ છેડવા તૈયાર હતા. બધાં કર્તવ્યમાં સામાયિકનું સ્થાન પરમ ને ઉચ્ચ છે. શાંત દીપશિખા સુંદર લાગે છે, તેમ શાંત મન આનંદ આપે છે. તે મનને શાંત સ્થિર કરવા માટે સામાયિક છે.
ભરદરિયામાં મતી લેવા મરજીવા સાગરને તળિયે
For Private And Personal Use Only