________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
ઉપાધ્યાય ભગવંત ૨૫ ગુણેથી શોભે છે. તેઓ બાર અંગના જાણકાર હોય છે. ' નવપદમાં અરિહંતને સિદ્ધ તે દેવતત્વ છે. ગુરુ તત્વમાં આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ ભગવંતને સમાવેશ થાય છે. ગુણની ગ્યતા પ્રમાણે સ્થાન પ્રાપ્ત થાય છે.
સાધુ એટલે જ્ઞાનને પંજ. સાધુએ ૧૦૦૦ દિવસમાં જે ભણવાનું છે, તે ભણું લેવાનું છે. જીવનને સુંદર ઉપવન બનાવવાનું છે. સાધુપણામાં આત્માને જ્ઞાનથી તેજસ્વી ચકચક્તિ બનાવવાનું છે.
દેવતત્વ, ગુસ્તત્વ પછી ધર્મતત્વ આવે છે. તેમાં છે દર્શન દર્શન એટલે શ્રદ્ધા. દર્શન એટલે તત્વની અભિરુચિને વિચાર. જીવનમાં સત્યતત્વની સમજણ આવી જાય તે જીવન જુદું જ બની જાય છે. પ્રભુનાં દર્શન કરવાનાં છે. પ્રભુને જોતાં પિતાના સ્વરૂપની ઓળખાણ કરવાની છે.
દર્શન પછી આવે છે જ્ઞાન.
શ્રદ્ધાને જ્ઞાનની આંખ જોઈએ. ભવસાગરમાંથી પાર કરનાર જ્ઞાનરૂપી નૌકા છે. જેની પાસે જ્ઞાન છે, તેને સુખદુઃખ સમ લાગે છે. જ્ઞાન તે ત્રીજું લોચન છે.
જ્ઞાનથી તપ, ચારિત્ર, દયા જીવનમાં આવે છે. માણસને પશુથી જુદો પાડનાર કઈ હોય તે તે જ્ઞાનતત્વ છે. જ્ઞાનથી હેય, ય, ઉપાદેયની સમજણ પડે છે. સ્વાધ્યાય, શ્રવણને જ્ઞાનીનું સાનિધ્ય જ્ઞાન મેળવવામાં સહાયભૂત બને છે.
For Private And Personal Use Only