________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણામિ
પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય વેગાત્મા, ધર્મચિંતક, અજોડ વ્યાખ્યાન વાચસ્પતિ ગુરૂદેવ આચાર્ય દેવેશ શ્રી પદ્મસાગરજી મહારાજ સાહેબનો નિટતમ સંપર્ક કઈ ધન્ય પળે પુણ્યદયે થયે અને જીવન ધન્ય ધન્ય બની કૃતાર્યતા અનુભવી રહ્યું. મારી માફક અનેક મહેય આત્માને એમની જાદુઈ વાણી સ્પર્શી શકી છે, તેમના જીવનમાં ઉર્ધ્વગામી પરિવર્તન લાવી શકેલ છે.
પૂ. ગુર્દેવની “ચિંતનની કેડી” એ પ્રગતિ કરતાં જીવનને પ્રકાશને પમરાટ ને ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, ચિંતનમાંથી જન્મે છે સમ્યકત્વ પ્રતિ શ્રદ્ધા, આસ્થા ને વિશ્વાસ અને તદનુસાર આગળ વધતાં સ્વજીવનને મેક્ષલક્ષી બનાવવાની ઝંખના આત્માને જગે છે. તે ઝંખનાને તપ્ત કરવા સમ્યફ જ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યફ ચારિત્રની આવશ્યકતા છે, તે તેઓશ્રીએ પાથેય” સ્વરૂપે આપ્યાં,
પાથેય” ને રસાસ્વાદ લેવાન ને કહાળને પીરસવાને અમૂલ્ય લાભ તેઓશ્રીની કૃપાએ મને અર્યો અને તેઓશ્રીના વ્યાખ્યાનમાંથી ખાસ પસંદ કરેલ ને ચૂંટેલ વાનગીઓ “પાથેય” સ્વરૂપે પ્રકાશિત થઈ અને પ. પૂજ્ય પ્રાતઃ સ્મરણીય ગુરુદેવની આચાર્યપદવીના શુભ પ્રસંગે મહેસાણુ મુકામે શ્રી સીમંધર સ્વામીની અમીદષ્ટિથી પાથેય” તે ઉદ્દઘાટન પ્રસંગ બધાના ઉલ્લાસ, ઉત્સાહ અને ઉમંગ વચ્ચે ઉજવાયે.
આત્માને ઉર્ધ્વગામી બનાવે તેવા શ્રેયસકારી પાથેયને આહલાદ અનુભવતાં અંતરમાં અનેક સુભાવનાનાં ઝરણું પ્રગટી રહ્યાં ને તેને અતિ સ્વચ્છ ને સુઘડ બનાવવા માટે જેની ખાસ આવશ્યકતા હતી તેનું પ્રગટીકરણ પ્રેરણા સ્વરૂપે થયું.
For Private And Personal Use Only