________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણી
બાજુમાં પડેલી ઝગડતા હોય તે આપણે બે કાન માંડીને બરાબર સાંભળીએ છીએ. પારકી પંચાત કરવામાં રસ આવે છે. આ રસ મીઠો લાગે છે. પરંતુ પરિણામ મહાકટુ છે. પારકી પંચાત છેડીને પોતાની પંચાત કરવી હિતકર છે. તમે જે તે સાંભળવાને બદલે જ્યાં ત્યાં બહાર ન ભટકતાં અંતરમુખ બને. નરસિંહ મહેતાએ કહ્યું છે કે, મહીં પડ્યા તે મહાસુખ માણે બહાર ઊભા પસ્તાય.”
શક્તિને સંચય શાંતિમાં છે, તેફાનમાં નથી. કંટાબેલને ઊંઘવું પડે છે. બેલનારને મૌન પાળવું પડે છે.
જ્યાં ત્યાં જે તે બેલવું નહીં, પૂછયા વગર જવાબ આપે નહીં. જે સમય મળે તેમાં પ્રભુનું સ્મરણ કરવું, આત્માનું ચિંતન કરવું. પોતાની વૃત્તિ પ્રવૃત્તિ શુભ થાય તેની તકેદારી રાખવી. બહારની ગંદકી ઘરમાં આવવા દેવી નહીં. નકામી વાતોને છોડી દેવાની છે. અને આવા સમયે મનને વાળી લેવાનું છે.
૪, શ્રવણનું પુનઃ પુનઃ ચિંતન.
પશુ ખાધા પછી, તેને વાગોળે છે અને પછી ગળે ઉતારે છે. આથી તેનું સારું પાચન થાય છે. તેમ આપણે પ્રભુની વાણી સાંભળી હોય તેનું વારંવાર ચિંતન કરવું તેથી તેમાંથી પ્રકાશ મળશે. મેંદીને વારંવાર ઘુંટવાથી વધુ રંગ પ્રાપ્ત થાય છે. પીપરને વધુને વધુ ઘુંટવાથી–૫ટ
૩૮
For Private And Personal Use Only