________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
૨. આત્મચિંતન શયા ઃ પર ઉપાધિથી મુક્ત બનવાનું છે.
સ્વની ચિંતા કરવાની છે. આત્મચિંતન જેવું સુખ ક્યાંય નથી. એક ભાઈને ત્યાં બે જમાઈ આવ્યા. એક ગામડામાંથી આવ્યા. તેમને ગરમાળ ખાવાની ઈચ્છા હતી. બીજા શહેરમાંથી આવેલ. પીરસવામાં બનેને બાસુદીના વાડકા મૂકવામાં આવ્યા. ગામડામાંથી આવેલ જમાઈ બાસુદી ખાતા નથી. પછી તેમને તે વિશે સમજાવવામાં આવ્યું ને થડી બાસુદી ચખાડી પછી તે તે બહુ જ ભાવી.
ગરમાળા જેવું સંસારનું સુખ અને બાસુદી જેવું આત્માનું સુખ છે. સંસારના ભેગભોગવવામાં પડ્યા હોય તેને બાસુદી જેવું આત્માનું સુખ શું છે, તેની કલ્પના હેતી નથી. તેમને એકવાર તેને આસ્વાદ થાય તો તે સુખ મેળવવા પુરુષાર્થ સારી રીતે કરશે. આત્મચિંતન એ અનન્ત આનંદનું પ્રથમ સે પાન છે. આત્મા ચિંતવે કે હું કોણ છું? કયાંથી આવ્યો છું? મારું ધ્યેય શું છે? તે પરિપૂર્ણ કરવા માટે ક્યા ઉપાયે આવશ્યક છે? આવી આત્મચિંતનની શય્યા સુખદ ને શ્રેયસાધક છે. આ શય્યામાં આત્મા સૂતો હોય તે તેને શાશ્વત સુખ પ્રાપ્ત થાય છે.
૩. પારકી પંચાત મૂકી દેવાની શય્યા :
For Private And Personal Use Only