________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
આથી અંજનાને ઘણે સંતોષ થયું. ત્યાર પછી તેણે પિતાના દુઃખનું કારણ પૂછયું, ત્યારે ગુરુએ કહ્યું: “અશુભ કર્મોને લીધે જ તમારે દુઃખ સહન કરવું પડ્યું.”
અંજના : “એ કેવી રીતે?”
ગુરુ = સાંભળ, પૂર્વે કનકરાય રાજાને લક્ષમીવતી અને કનકેદરી બે રાણી હતી, લક્ષમીવતી અતિ સુંદર હોવાથી કનકેદરી તેની ઈર્ષ્યા કરે છે. “રાજા લક્ષ્મીવતીને વધુ ચાહે છે.” એમ તેના મનમાં થયા કરતું. તેથી તે લક્ષમીવતીને હેરાન કરવા ડગલે ને પગલે પ્રયત્ન કરે છે.
પ્રભુની સેવા અને પતિની સેવા–એ જ લક્ષમીવતીના મુખ્ય આદર્શો હતા. ભગવાનની ભક્તિ ભાવપૂર્વક કરતી. ભગવાન વિના તે ક્ષણભર રહી શકતી નથી. તેને હેરાન કરવા કનકેદરી ભગવાનને ઉકરડામાં સંતાડી દે છે. તે ભગવાન ૨૨ ઘડી ઉકરડામાં રહે છે.
પછી ગુરુ કહે છે : “હે અંજના! તે કનકેરીને જીવ જ તું છે અને તે પ્રભુની પ્રતિમાને વિયેગ લક્ષમીવતીને ૨૨ ઘડી સુધી કરાવે, તેથી આ ભવમાં તમને તમારા પતિને ૨૨ વર્ષને વિયેગ થયે. હવે તેને અંત આવી રહ્યો છે, માટે દુખને આપનાર પિતાનાં જ કર્મો છે.”
અંજનાએ પિતાના દુઃખમાં હિંમત રાખી. નવ માસ પૂર્ણ થતાં નદી કિનારે વૃક્ષ નીચે બાળકને જન્મ થયો. આ બાળક ચરમશરીરી અને મોક્ષે જનાર આત્મા હતે.
For Private And Personal Use Only