________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
દુઃખને સહન કરીને કર્મની નિજર કરી. જીવનને શુદ્ધ બનાવ્યું, આત્માને વિકાસ સાધ્યે. આ માટે જીવનને પ્રભુના ચરણમાં સમપિત કરવાનું છે ને કહેવાનું છે કે, “ભભવ તુમ ચરણની સેવા, હું તે માગું છું દેવાધિદેવા.”
સંયમ કેળવવા માટે શુભ ને શુદ્ધ આલંબન જોઈએ. આવું આલંબન નવપદ-સિદ્ધચક્ર છે–આથી મૈત્રી, પ્રમદ, કાય અને માધ્યસ્થભાવ ઉત્પન્ન થાય છે. પૃથ્વી સહન કરે છે, તેથી તે ફળદ્રુપ બની. અનેક સુંદર પાક ઉત્પન્ન કરે છે. માતા સહિષ્ણુતાની મૂર્તિ છે, માટે તે પૂજનીય છે. જે સહે છે, તે હસે છે. પથ્થર સહન કરે છે ને તે પ્રતિમા બની પૂજનીય બને છે. ખેડૂત સહન કરે છે ને તે જગતને તાત કહેવાય છે. નદીના પાણી સંયમરૂપી કાંઠા વચ્ચે વહે છે, તે તે અનેકને જીવન અપે છે, અનેક પર ઉપકાર કરે છે. સાધુ સહન કરે છે ને પૂજનીય બને છે. - જ્યાં સહિષ્ણુતા ને સંયમ છે, ત્યાં જીવન ઊર્ધ્વગામી અને છે; આત્માને વિકાસ થાય છે અને અનેકને ઉપકારી બની શકે છે. પ્રભુની એાળખ–તેની સમજણ માનવામાં અનેકવિધ સદ્દગુણે વિકસાવે છે. માનવ પિતાને સમજી, આવેલ દુઃખે તે કર્મોને પરિપાક છે, તેમ માની તે શાંતિથી સહન કરે છે. તેથી તેને વિકાસ થતું જાય છે.
આમ સહિષ્ણુતા ને સંયમ જીવનરથનાં બે પૈડાં છે, જેથી જીવન ઉચ્ચ પરમ પદે સરળતાપૂર્વક પહોંચી શકે છે.
૧૮૧
For Private And Personal Use Only