________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ્ય
વિપુલ શક્તિ ઉત્પન્ન થાય છે, ને ચેતન્ય પ્રકાશ તરફ પગરણ માંડે છે. બંદૂકની શક્તિ કરતાં વીર્યવાન આત્મામાં શક્તિ વધારે છે, તેથી જ ગાંધીજીએ સત્ય અહિંસાથી અનેક ભૌતિક શક્તિવાળા સામે જીત મેળવી. બળવાન રાવણને સામને એક કેમલાંગી સીતા કરી શકી. ૨ાખની ઢગલીઓ જેવી અનેક સ્ત્રીઓ કરતાં એક તણખા જેવી સંયમી સતી સ્ત્રી ચડિયાતી છે.
જ્યાં સહિષ્ણુતા છે, જ્યાં સંયમ છે, ત્યાં જીવન સંવાદિત છે. ત્યાં એકાગ્રતા ને આનંદનું સર્જન છે. સર્જન એ જ માનવજીવનની સફળતા છે. જીવનને ઉત્કૃષ્ટ બનાવવા માટે સતત જાગ્રત રહેવાનું છે. એક નાનામાં નાનું છિદ્ર નાવને ડુબાડી દે છે, એક નાનામાં નાને તણખે ગંજીના ગોડાઉનને ભસ્મ કરી નાખે છે. એક નાનામાં નાની ભૂલ માનવને વિરાટમાંથી વામન બનાવી મૂકે છે.
જે માણસે સહન કરીને મોટા થયા તેમને યાદ કરવાના છે. સુદર્શન શેઠે સહન કર્યું, તે આજે પ્રાતઃસ્મરણીય બની ગયા. “ભરફેસરની સઝાય યાદ કરે. એ બધા આત્માએ અકણ સહનશીલતા કેળવી હતી. તેમના સંયમની સુવાસ આજ સુધી રહી છે. પ્રભુ મહાવીરદેવે ઉપસર્ગો શાંતિપૂર્વક સહ્યા ને આજે અનેક હૃદયમાં સ્થાન પામી રહ્યા. આમની પાસે જ્ઞાન દશા હતી. હસતાં હસતાં
For Private And Personal Use Only