________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
પ્રાપ્ત થશે સમાધિ મળશે.
તમે કેટલીક બાબતે અમોને પાછી આપે છે. મહારાજ કહેઃ “સંસાર અસાર છે. જીવ કર્મવશ છે. કર્મ પ્રમાણે જીવ સંસારનું પરિભ્રમણ કરે છે. સાધુ તે આચારને માર્ગ બતાવે છે. જીવનમાં જાગૃતિ આવે તે માટે પ્રવચન આપે છે. ત્યારે તમે શું જવાબ આપે છે? “સાહેબ, શું કરીએ, મેહનીય કર્મને ઉદય છે. કર્મવશ બધું કરવું– ભોગવવું પડે છે. આપ રહ્યા સાધુ-અમે તે સંસારી. પાપ કરવાં પડે છે. એટલે આને અર્થ એ થયે કે સાધુ ધર્મ કરવા માટે છે કે સંસારી પાપ કરવા માટે છે!
સાધુ જીવનને ધર્મ ને મર્મ સમજાવે છે. શ્રાવકે પોપકારી બનવું જોઈએ, ઉદારતા દાખવવી જોઈએ. ઉદારતા દ્વારા કલ્યાણ કરવું જોઈએ.
વિતરાગની વાણી-વીતરાગની દૃષ્ટિને જોઈ નહીં, સંસારની દષ્ટિએ જીવન જોયું.
તારે જ્યારે બધું છોડવાનું છે–અપમાન સહન કરીને રાજીનામું-ત્યાગપત્ર આપવું પડે, તેના કરતાં સમજીને આગળથી ત્યાગી દેવું ઉત્તમ છે. - સાધુ-સંતે સંસારને સમજીને આગળ સંસારમાંથી બહાર નીકળી ગયા.
૧૭
For Private And Personal Use Only