________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
સંપત્તિ, સત્તા ચાલ્યા જશે. કાલ જોઈને આજનો વિચાર કરે. મૃત્યુ જેઈ સાવધાન થાવ.
તમારે ત્યાં ગાર્ડ હશે. સિક્યુરિટી ગાર્ડ હશે, પહેરેદાર હશે, પુણયથી પ્રાપ્ત થયેલ પરિવાર હશે, પણ મોત આવશે તે કઈ પહેરેગીર તેને રોકી શકશે નહીં.
એડવોકેટ જનરલ કેટેમાંથી સ્ટે–ઓર્ડર લાવી શકશે નહી, કે પ્રથમ કક્ષાને ફિઝિશિયન હશે તો તેની ગોળીથી મૃત્યુ ક્ષણવાર થશે નહીં.
જીવન સર્વસ્વ છતાં જીવન પ્રાપ્ત નથી કરી શકાતું. જીવનમાં એટલું બધું દિલ-દિમાગમાં ભર્યું છે કે ત્યાં બીજુ કાંઈ ભરી શકાતું નથી.
સ્વયં જ સ્વયંને પ્રાપ્ત કરવા મનોકામના સેવતા નથી.
કોઈ મકાનમાં બધી વસ્તુઓ ભરી દે, ગોડાઉન બનાવી દે. કેઈ કહેઃ “આ ચીજ રાખે.” તમે કહેશેઃ “એટલું બધું ભર્યું છે, કે લેશમાત્ર અવકાશ નથી.” તેમ તમારા દિલ-દિમાગમાં એટલું બધું ભર્યું છે કે પ્રવચન દ્વારા કાંઈ Supply કરું તે તે માટે અવકાશ નથી- Vacancy નથી.
આખા જગતને વિચાર કરનાર સ્વયંને વિચાર કરતું નથી.
સંસાર સમસ્યા છે. તેનું સમાધાન પ્રાપ્ત કરવા પ્રયત્ન નથી. સંસાર ત્યાં સમસ્યા. ત્યાં સ્વસ્થતા હશે તે સમાધાન
For Private And Personal Use Only