________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
વિજ્ઞાન વિકાસ–સર્વ કલ્યાણની ભૂમિકા પર રચાયેલ છે. જગતનું વિજ્ઞાન વિકૃત બનાવે છે, તેને સંસ્કારી બનાવવા પરમાત્માએ સમર્પણની ભૂમિકા બતાવી છે. તેમના શબ્દોમાં દુઃખ છે, દર્દ છે, કરુણાથી ભરેલ છે. પરમ પદને ભક્તા બનવાને માર્ગ પરમાત્માએ દર્શાવેલ છે.
જગતમાં કોઈ ને કોઈ પ્રકારે સંગ્રહ કરવામાં આવે છે. પરમાત્માએ સંગ્રહને બદલે સમર્પણની ભાવના બતાવી.
સમર્પણ વિરુદ્ધ સંગ્રહને સંઘર્ષ છે.
શરીર છોડવાનું છે, જગત છેડવાનું છે, સંગ્રહ છોડવાને છે, સંસાર છેડવાને છે, આ બધું સમજીને અમે પહેલેથી સંસાર છોડ્યો છે, ને સાધનામાં આગળ જઈએ છીએ. જ્યાં ત્યાગની ભૂમિકા છે, ત્યાં વિવેક પ્રાપ્ત થાય છે. જગત અપૂર્ણ છે. ત્યાં પૂર્ણતા લાવવા ત્યાગની જરૂર છે, તૃપ્તિની જરૂર છે. વર્તમાન જગતમાં અપૂર્ણતા છે, તેથી ત્યાં દરિદ્રતા છે; ત્યાં ભીખ છે. તે જીવનને પૂર્ણ બનાવવા માટે સંતોષની જરૂર છે. સંતોષ વગર ભૂખ નહીં મટે. જ્યાં સમર્પણ નથી, ત્યાગ નથી, ધ્યેય નથી, ત્યાં સ્વયં કેમ પ્રાપ્ત થાય? જીવનને પરિચય મૃત્યુના માધ્યમ દ્વારા હોય છે. જીવનની હરપળ મૃત્યુ તરફ જઈ રહેલ છે. માનવતા જાગ્રત કરી ધ્યાનપૂર્વક પરિચય પ્રાપ્ત કરે. સ્વયં ભાગ્યનું નિર્માણ કરે.
૧૭૫
For Private And Personal Use Only