________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
કેટલાક લેકે કહેતા આવે છે: “મહારાજ ! આટઆટલી આરાધના કરવા છતાં ચિત્ત સમાધાનમાં રહેતું નથી. નવકારવાળી ગણતાં ચિત્તની એકાગ્રતા થતી નથી.”
ચિત્તની અસ્વસ્થતા એ એક રોગ છે, આરાધના વિકાર છે. આ અંગે લોકોમાં જાણકારી નથી. હંમેશ સમપણમાં આનંદ છે. આ human psychology છે.
કઈ એમ કહેતા નથી કે “મહારાજ, નેટ ગણતાં મન ભટકે છે, પણ એમ કહે છે કે “નવકાર ગણતાં મન ભટકે છે. આ વિકાર છે. તેથી શુદ્ધ આત્મા થતું નથી ને તેથી પરમાત્મા પ્રાપ્તિ થતી નથી. ચિંતનના ઊંડાણમાં જવાથી વીતરાગતા સહજ પ્રાપ્ત થાય છે. તે માટે ભૂતકાળના અંધકારમાં ભટકવાનું નથી કે ભવિષ્યની કલ્પનામાં રાચવાનું નથી, પણ વર્તમાનમાં તરવાનું છે.
આ સંસારના માધ્યમ દ્વારા સર્જન કરવાનું છે.
જીવન આત્માના સર્જન માટે છે, જીવન વિસર્જન માટે નથી. જીવન મૌલિક મૂલ્યવાન તને પ્રાપ્ત કરવા માટે છે. પૂર્વભવના સંસ્કાર દ્વારા આજે સંસારમાં જ્ઞાન પ્રાપ્ત થાય છે. તે કઈ યુનિવર્સિટીમાં પ્રાપ્ત નહીં થાય.
ભગવાન મહાવીરે આત્માનું વિજ્ઞાન બતાવેલ છે. જગતમાં કેઈ તે બતાવી શકેલ નથી. જગતનું વિજ્ઞાન સર્વ વિનાશની ભૂમિકા પર રચાયેલ છે, ત્યારે આત્માનું
૧૭૪
For Private And Personal Use Only