________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૌતમના માધ્યમ દ્વારા સર્વ આત્માને જાગ્રત કર્યા. સમયનો પ્રમાદ જીવનને માટે ઘાતક બની જાય છે. પ્રમાદ-મૃત્યુ પર પ્રહાર કર્યો. શબ્દોની સાધના સ્વયં પ્રકાશિત બને તે માટે જીવનને પરિચય આપે. હાલનું જીવન તે સાચું જીવન નથી, પરંતુ જ્વાળામય છે. life of man is the field of battle. જીવન એટલે સતત સંઘર્ષ. ત્યાં સમસ્યાનું સમાધાન નહીં મળે. સ્વયંને સ્વયંમાં બેજ કરવાની છે તે સ્વયં પ્રાપ્ત નહીં થાય તે solution શું છે?
ચિત્તના સમાધાનથી સમાધાન થશે.
જગતની આરાધના-સાધના ચિત્તની સ્વસ્થતા-સમાધાનમાંથી પ્રાપ્ત થશે. સ્વયં આત્માને પરિચય–સ્વયંનું મૂલ્યાંકન કરવાનું છે. આ પરિસ્થિતિમાં જીવન અંગે, ત્યાગ અંગે, જગત અંગે વિચારવાનું છે. ત્યાગની ભૂમિકા–સમર્પણની ભૂમિકામાં લઈ જવા માટે પ્રવચન છે. પરંતુ અહીં તે યાચના છે, દરિદ્રતા છે. જે દારિદ્ર છે, તે સ્વયં માલિક
નથી.
જીવનની દરિદ્રતા એ મહાન સમસ્યા છે.
જીવન માગવા માટે નથી, અર્પણ કરવા માટે છે. અજ્ઞાનના અંધકારમાં ભમવા માટે જીવન નથી, સમ્ય દર્શનથી પ્રકાશ મેળવવા માટે છે. જીવનને અર્થ સમજાઈ જાય તે મૂછ ચાલી જાય.
૧e
For Private And Personal Use Only