________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ! સમસ્યા અને સમાધાન
અનંત ઉપકારી અનંત જ્ઞાની જિનેશ્વર પરમાત્માના પિતાના પ્રવચનમાં અનંત કરુણા સાથે એકે એક શબ્દમાં જગતના છાનું અનંત દુઃખ-દર્દ છુપાયેલ છે. તેમાં વેદના છે.
અનંત કરુણાસભર શ્રી જિનેશ્વર પરમાત્માએ એકાન્ત જગતને ઉગારવા માટે દેશના (પ્રવચન)માં એક અતિમૌલિક પ્રેસ-process (પ્રક્રિયા દર્શાવી છે. વિશ્વવત સમગ્ર જીવાત્મા પરમાત્મા બને તેવો પરમ કારુણ્ય (વાત્સલ્ય) ભાવ હતો, ભવ ભ્રમણથી મુક્તિ મેળવવાની તાલાવેલી જોઈએ. પરમાત્મા બનવાની આંતરિક તત્પરતા હશે, તે પરમાત્મ પદ પ્રાપ્ત થશે.
પરમાત્માએ જાગૃતિનું સૂત્ર આપેલ છે. એકે એક શબ્દ સુષુપ્ત આત્માને જાગ્રત કરવા માટે જળ સમાન છે. એ જળસિંચનથી આત્મા જાગ્રત બની જાય, વ્યક્તિ નિર્વેદ મય બની જાય અને સ્વયં સ્વરૂપ પ્રાપ્ત કરી શકે.
પરમાત્માએ જીવનને પરિચય મૃત્યુના માધ્યમ દ્વારા આપેલ છે. જીવન એક સમસ્યા છે. પરમાત્માએ અંતિમ દેશના વખતે કહ્યું: “હે ગૌતમ, સમય પ્રમાદ ન કર.”
૧૭૨
For Private And Personal Use Only