________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
બાળકના દિલમાં ભાવનાની ઉત્કટતાએ પુણ્યનું ભાથું બાંધ્યું અને અઢળક સંપત્તિને તે માલિક બન્યું. દાન–શીલ-તપ અને ભાવથી પુણ્ય પ્રાપ્તિ થાય છે.
પ્રગતિ સાધવા માટે વાંચન, વિચાર ને અનુભવ આવશ્યક છે. આ માટે વિષય-કષાય ને મેહ-મમતા ત્યાગવાના છે. તે ધ્યાન સાથે જ્ઞાન, મનન, ચિંતનની જરૂર છે. આ બધા ગુરુવાણીનું શ્રવણ હિતકારી છે.
જે કાળે જે થવાનું છે, તે થવાનું જ છે, પણ ધર્મધ્યાનથી અંતરનું સુખ મળે છે, આર્તધ્યાનથી દુઃખ મળે છે. આંતરિક અનુભવ આત્માને અનન્ય આનંદ કરાવે છે. તેથી આત્મા પ્રસન્ન ને પ્રફુલ્લિત બને છે અને વિકાસ પંથે વળી પ્રગતિના પ્રવાહમાં વિહાર કરે છે. આત્મા જ્યાં પ્રગતિ પંથે વળે કે પ્રકાશનો પૂંજ પલ્લવિત બનવાનાં અને પંથ સરળ-સહજ બનવાને. તેથી પ્રગતિ સાધી શકાય છે. પ્રકાશ પામી શકાય છે.
૧૭૧
For Private And Personal Use Only