________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા મોક્ષે જવા માટે જ ચારિત્ર પાળે છે. જેમ અનાજની સાથે ઘાસ આપોઆપ મળી રહે છે, તેમ મિક્ષની ઈચ્છાવાળાને સંસારસુખ તે એની મેળે જ મળી રહે છે.
ગુરુની અનન્ય સેવા કરવાથી, ગુરુએ કાળધર્મ પામતાં પહેલાં ચેલાએ માગેલ “પારસમણિ આપે. ચેલો સંચમના રંગે રંગાયેલા ન હતા તેથી પારસમણિએ તેને અક્કડ બનાવી દીધું અને હાથમાં ભૌતિક પારસમણિ રહ્ય ને આત્માએ પરમ પદને પારસમણિ ગુમાવ્યું. તે માટે સંયમની સાધનાની આવશ્યકતા છે, તે પ્રકાશના પંથે લઈ
જાય છે.
સંપત્તિ આવે એનું યાદ ન કરવું, પણ સંયમને યાદ કરે. વિપત્તિ આવે વિતરાગતા સાંભરે. ૧૧ મા ગુણઠાણા સુધી વિષય-કષાય આડે આવે છે, તે અસાવધ આત્માને પટકીને પહેલા ગુણઠાણે મૂકી દે છે. તેમાંય લાભ અને માન સંસારીને તેમ જ સાધુને પરેશાન કરી મૂકે છે. શરીર ક્ષીણ થવા માંડે, અંગ-ઉપાંગ શિથિલ થવા માંડે, પણ મોહ, માયા, મમતા, માન, લાભ ઓછાં થતાં નથી. પાંચ મહાવ્રતવાળે જાય, અગિયારમા ગુણઠાણે જાય, તો પણ તેની પાસે લોભ તે હોય જ છે.
આત્માને પ્રકાશ પંથે લઈ જવા માટે નિયમ–સંયમની જરૂર છે. પેલા શિષ્ય પાસે પારસમણિ આવ્યું, ને તેને કેફ તેને ચઢશે. તેમને સન્માર્ગે લાવવા એક સુશ્રાવકે
For Private And Personal Use Only