________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
જોઈએ, પ્રતીતિ થવી જોઈએ, રુચવી જોઈએ અને સ્પર્શ થે જોઈએ.
આત્મસ્પર્શના થયા પછી દેહનાં સુખ-દુઃખની અસર થતી નથી. આપણે તડકે ચાલીએ તે પગ બળે છે, પણ અંધકમુનિ કે ગજસુકુમાલનું શું થયું હશે, તે વિચાર જ પ્રકાશ પાથરે છે.
આચરણમાં કદી ઢીલા થવાનું નથી, ઉત્કૃષ્ટ આચરણથી મુક્તિ મેળવવાની છે. જેટલું વધુ દુઃખ સહન થાય, તેટલા કર્મના ભૂકા ઊડી જાય. જ્ઞાન બહારથી આવતું નથી. જ્ઞાનપ્રકાશ તે અંતરાત્મામાં છે. હીરામાં અંદર તેજ પડેલ છે. હીરાને ઘસતા જાવ તેમ તેમ હીરાનું તેજ વધ્યા કરે છે. સોનાને કે મેતીને ઘસવાથી લાઈટ આવે છે. આરસને ઘસવાથી, તેનું લાઈટ બહાર આવે છે, પણ ઈટને ઘસવાથી માટી ખરતી જાય છે.
પ્રભુની વાણી, ગુરુને ઉપદેશ, પ્રભુનાં દર્શન-પૂજન આત્માના જ્ઞાનને ઉઘાડે છે, સંસ્કારને શુદ્ધ બનાવે છે, સુષુપ્ત પડેલ સંસ્કારને જાગૃત કરે છે. તેની જાગૃતિ થયાથી જ્ઞાનના પ્રવાહ વહેવા માંડે છે. કેવળજ્ઞાન બહારથી નથી આવતું, પણ તે તે અંતરમાં જ પડેલ છે. ભરત મહારાજા ચક્રવર્તી હેવા છતાં અરીસાભુવનમાં કેવળજ્ઞાન થયું, કારણ કે શરીરને જોતાં જોતાં અજ્ઞાનને પડદે હટી ગયે અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આમ, જન્મજાત પૂર્વના સંસ્કારે સિદ્ધિ અપાવે છે.
૧૬૨
For Private And Personal Use Only