________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
ચારિત્રનું ઘડતર નથી, સદાચાર નથી, તેવા વિદ્યાથીઓ દેશને કેટલા ઉપગી થશે?
૧૫૦ વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદ કે વીરચંદ ગાંધી ચિકાગે સર્વધર્મ પરિષદમાં ગયા હતા. ત્યાં તે વિરસિંહએ ભારતીય સંસ્કૃતિની સિંહગર્જના સંભળાવી હતી. ત્યાંના સુષુપ્ત આત્માને જાગ્રત કર્યા હતા. આજે એવા સંત ક્યાં? એવી ચેતના ક્યાં?
અમે કલકત્તામાં ભણતા હતા. નાના હતા ત્યારે સાંભળેલ એક વાત છે ?
આસુતોષ મુકરજી બંગાળ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હતા, તે વખતે ગવર્નર લેર્ડ કર્ઝન હતા. તેમણે મુકરજીને કહ્યું : “તમે કેબ્રિજ જઈને ત્યાંનું શિક્ષણ જોઈ આવે અને ભારતીય વિચાર જણાવે.” ભારત બ્રિટિશ સત્તા નીચે હતું. મુકરજી ઉપકુલપતિ હતા. ત્યારે અંગ્રેજ કહે તેમ કરવું પડતું. છતાં તેમણે કહ્યું : “આનો જવાબ મારી માતાને પૂછીને કાલે આપીશ.”
માતા-પિતા તીર્થ સમાન છે. જે માતા-પિતાને વફાદાર છે, તે પરમાત્માને વફાદાર છે.
મુકરજી ઘરે ગયા. વિનયપૂર્વક માતાને નિવેદન કર્યું? વાઈસરોયના કહેવાથી ઇંગ્લેંડ જઉં ત્યાંના શિક્ષણની જાણકારી મેળવવાની છે!”
૧૫૬
For Private And Personal Use Only