________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા શારીરિક રોગ કરતાં માનસિક રોગ મહાભયંકર. મન મક્કમ હશે તે શરીર કામ આપવાનું. રેગ કમાંધીન છે. શરીરમાં રોગે ઘર ઘાલ્યું હોય ત્યારે ગમે તેટલી પ્રબળ ઈચ્છા હોય, તે પણ પ્રભુપૂજા, ગુરુ પ્રવચન-શ્રવણ થઈ શકતાં નથી. જાણવા છતાં રોગ તેને નકામે બનાવી મૂકે છે. પ્રભુની વાણી સંભળાવનાર ઉત્તમ સાધુ–ગુરુઓ હાય, પણ જ્યાં લક હોય ત્યાં શું થાય? ઘરમાં વિવિધ પકવાન હોય પરંતુ જ્યાં ડાયાબિટિસ હોય ત્યાં શું થાય? ધર્મ આરાધના માટે બધી અનુકૂળતા હોય, પરંતુ રોગગ્રસ્ત શરીર પ્રતિકૂળતા કરે ત્યાં શું થાય? ઇન્દ્રિય પાસેથી સુંદર કામ લેવાની જિજ્ઞાસા હોય. પણ તેઓ જ રોગથી ખદબદતી હોય ત્યાં શું થાય?
પાંચમું તત્ત્વ છે આળસ.
આત્મવિકાસનું મહાન અવરોધક તત્વ આળસ છે. ક્ષણે ક્ષણને ઉપગ કરી લેવાનો છે. મહાવીર પ્રભુએ ગૌતમ સ્વામીને ડગલે ને પગલે કહેલ છેઃ “હે ગોયમ! સમય માત્રને પ્રમાદ ન કરીશ. તેને ખબર છે દેહનું ક્યારે શું થશે? તે જ્યાં સુધી શક્યતા ને સ્વસ્થતા છે, ત્યાં સુધી દેહમાંથી આળસ ખંખેરી નાખી તેની પાસેથી ઉત્તમ કાર્ય લેવાનું છે. આળસથી શરીર નઠોર બની જાય છે. મનની શક્તિ કુંઠિત બની જાય છે.
જેને આત્મવિકાસ સાધવા હોય તેણે આ પાંચ મૂળભૂત અસત્ તત્ત્વ છોડવા જ રહ્યાં.
૧૫૪
For Private And Personal Use Only