________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
પ્રતિકૂળતામાંથી અસંતોષ, અસંતેષમાંથી અહંકારની મહાજવાળા અને એ મહાવાળાજીવન વિકાસની સર્વ સાધનાને ક્ષણમાત્રમાં ભસ્મસાત્ કરે છે. અહંકારથી અશાંતિ જન્મે છે, અશાંતિથી અમૃતમય દિવ્યજીવન વિષમય બની જાય છે. રાવણનું પતન કરનાર અહંકાર હતે. Pride has a fall.
અભિમાન પતનને રાજમાર્ગ છે. બીજુ તત્વ છે ક્રોધ,
કડવાં ફળ છે કોધનાં. તે હલાહલ ઝેર છે. ક્રોધી પોતે બળે છે–બીજાને બાળે છે, ક્રોધાંધ બનેલ માનવી ન કરવાનું કરી નાંખે છે, કહી નાખે છે. અભિમાન જે ઊકળતું પાણી boiling water ખદબદતું હશે તે ક્રોધ તે વરાળ (steam) છે. અભિમાન સ્વને ઘાતક નીવડે છે, ક્રોધ સ્વ તથા પરને ઘાતક નીવડે છે,
ત્રીજુ તત્વ છે પ્રમાદ.
પ્રમાદ ઊધઈ સમાન છે; જીવનને તે ફેલી ફેલીને ખાઈ જશે. પ્રમાદ માનવીને પાંગળો બનાવે છે. પ્રમાદ (આળસ) એ માનસિક અવ્યવસ્થા છે. પ્રમાદથી માણસ વ્યસની જે બની જાય છે. સ્કૂતિ જીવનમાંથી અદશ્ય થઈ જાય છે, તે અભિશાપ રૂપ છે. પ્રમાદ માનવીને પરતંત્ર, પરવશ, ચિટ બતાવે છે. પ્રમાદથી વ્યક્તિ પામર બને છે અને પિતાનું વ્યક્તિત્વ ગુમાવે છે.
ચોથું તત્વ છે રેગ. રેગ શારીરિક કે માનસિક બે પ્રકારે હોય છે.
૧૫૩
For Private And Personal Use Only