________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ! જીવનવિકાસમાં અવરોધક તત્ત્વ
જીવનવિકાસ નમ્રતાથી, વિનયથી, જ્ઞાનથી, પ્રેમથી ને રાગ-દ્વેષને શેષહીન બનાવવાથી થાય છે. આ વિકાસને અવરાધનાર કેટલાંક ત છે. જળનળીમાં જ્યારે ભરાઈ ગયે હેય તે જળપ્રવાહ અટકી પડે છે, તેવી રીતે મનમાં કચરે ભરે તેવાં પાંચેક ત છે તે તને દૂર કરવામાં આવે તે જીવનને વિકાસ ત્વરિત ને શ્રેયસાધક નીવડે છે.
આ બધા માટે પ્રભુની વાણી એકમેવ ઉપાય છે, તેથી અંદરથી પ્રસન્નતા પ્રગટે છે. સ્વર્ગ કે નરક અંતરમાં છે. એટલે અવરોધક પ્રથમ તત્વ છે અહંકાર.
માણસમાં અહંકાર આવે છે, ત્યારે આત્માની કમળતા ચાલી જાય છે, નમ્રતા દૂર થાય છે, વિનય-વિવેક અદશ્ય બને છે. અહંકાર સાથે ધન હોય તે જીવન સળગતી ચિતા બને છે. પિતા-પુત્રને જુદા પાડનાર ધન છે. જગતના ઝઘડાઓમાં વિપુલ ભાગ ભજવનાર ધન છે. પૈસાની જરૂરિયાત પૂરી પાડવા માટે છે, પણ આજે જરૂરિયાત કરતાં વિશેષ ભેગું કરવાની વૃત્તિ જન્મી છે. સુખ માટે અધિક સાધને ભેગા કરવામાં આવે છે, તેથી જીવનવિકાસમાં સાનુકૂળતાને બદલે પ્રતિક્ષણે અવનવી પ્રતિકૂળતા ઊભી થાય છે.
૧પ૦
For Private And Personal Use Only