________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરા
ગરીબને પણ દુ:ખ છે, જગતમાં સુખી હોય તેા તે જ્ઞાની છે.
જ્ઞાની પાતે તરે છે, બીજાને તારે છે. જ્ઞાની જ્ઞાન સાથે ક્રિયા દર્શાવે છે. તેએ જ્ઞાનના દીવામાં ક્રિયાનુ તેલ પૂર્યા કરે છે. ક્રિયાના તેલ વિના જ્ઞાનદીપક બુઝાઈ જાય છે. જ્ઞાનવારિથી હૃદય કમળ બની જાય છે અને આત્મા ભાવિત થાય છે, માનવજીવનને ઉચ્ચ ને ઉદાત્ત બનાવે છે.
જ્ઞાન સાથે ક્રિયાની ખૂબ જ જરૂર છે. જ્ઞાન અને ક્રિયાથી મેાક્ષ મળે છે. જ્ઞાનની તૃપ્તિ ક્રિયાના આહારથી થાય છે. પ્રભુની વાણી ગંગાના પ્રવાહ જેવી શુદ્ધ ને પવિત્ર છે. સદ્ગુરુના મુખેથી પ્રભુની વાણી સાંભળી જીવનમાં ઉતારીએ તે આત્મા ઉન્નતિના ઉત્તુંગ શિખરને સર કરી શકે છે. પ્રભુની વાણી વરસતી હોય ત્યારે જ્ઞાનનુ ટાંકુ ભરી લેવાનુ છે, અને ગુરુના વિયાગ હોય ત્યારે આપણે તે ટાંકુ ખેાલવાનુ છે, ને આત્મામાં પ્રકાશ પાથરવાના છે.
૧૪૭
For Private And Personal Use Only