________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા તપ છે અને સમતાનું રસાયણ છે. આથી શરીર બદલાઈ જાય, એટલે કૃશ-દુર્બળ બને છે પણ આત્મા બદલાતું નથી, પરંતુ આત્મગુણથી વિશેષ તેજસ્વી-એપ બને છે.
એમ પણ કહી શકાય કે આત્માને શુદ્ધ ઉપયોગ એ પિતા છે અને ધૈર્યતા એ માતા છે. શુદ્ધ ઉપગથી શંકા ચાલી જાય છે. આત્માને બંધુ શિયળ છે અને પત્ની સમતા છે. અને જ્યારે શુદ્ધ વિવેક અને ઉપગ, ધૈર્ય, સમતા અને શીલ સંગમ થાય ત્યારે આત્માની મુક્તિ સહજ બને છે. આત્માની દુનિયામાં ધમીને જીવન ભર્યું ભર્યું લાગે છે. આ આત્મા રણમાં હોય, કે ઘરમાં હોય, કે વનવગડામાં હેય તેય તેને એકલતાપણું લાગતું નથી. આત્માની એકલતાના બ્રમને જ્ઞાન દૂર કરે છે. જેનું કોઈ નથી તેનો સાથી ધર્મ છે.
ધર્મની જાણ માટે, જ્ઞાનની પિછાન માટે જ્ઞાનીના સંગની આવશ્યક્તા છે. હીરા, ઝવેરાત કે પન્ના કરતાં જ્ઞાનીની કિંમત અનેકગણું વધારે છે. જ્ઞાનીના વચનમાં, વર્તનમાં અને પ્રત્યેક ક્રિયામાં જ્ઞાન ભરેલ દેખાય છે. જ્ઞાનીને સાંભળવાથી મન પ્રસન્ન થાય છે. જ્ઞાનીને મળવાથી આનંદ આનંદ છવાઈ રહે છે. જ્ઞાનીના વચને જીવનને પ્રકાશ આપે છે. જ્ઞાનરૂપી જળ જે દિવસે ન મળે, તે દિવસે મન ગૂંગળાઈ જાય. તેથી દિવસમાં થોડીવાર પણ પ્રભુની વાણી સાંભળવાની છે, વિચારવાની છે. ધનિકને દુઃખ છે,
૧૪૬
For Private And Personal Use Only