________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
ખુલ્લા દિલે લેવી એ શ્રેયસ્કર છે. પ્રાયશ્ચિત્ત એ આકરી સાધના છે, તેથી ચિત્તશુદ્ધિ થાય છે. દઢપ્રહારીએ જ્યાં ખૂન કર્યા હતાં, તે ગામની ભાગોળે સાધુ બનીને તન અને મન સ્થિર કરીને ઊભું રહ્યાં. ત્યારે લોકો તેની નિંદા કરે છે, તેને પથ્થર મારે છે, તેના પર ધૂકે છે, પણ દઢપ્રહારી તે તેને પ્રાયશ્ચિત્તનું પવિત્ર જળ સમજી, તેમાં ડૂબકી માતા પિતાનાં પાપને ધૂએ છે અને પશ્ચાત્તાપથી તેણે ત જ ભવમાં કેવળજ્ઞાન પામી મુક્તિ મેળવી. તેણે મન અને તન પર સંયમ રાખે, અને તે સંયમરૂપી અમૃત અનેક વિષને વિનાશ કરી નાખે.
પ્રભુ મહાવીરે પ્રાયશ્ચિતને અગ્રસ્થાન આપેલ છે. ખામેમિ સજીવે, સજીવા ખમંતુ મે” આ સુવર્ણ કર્ણિકાએ તે અનેકાનેકનાં કથિર જેવાં જીવન સુવર્ણમય બનાવ્યાં છે. પરંતુ લક્ષ્મણ સાધ્વીએ માયા–કપટથી પ્રાયશ્ચિત્ત કર્યું અને એટલે પાપનું વિષ ન ઊતર્યું. તેથી અનેક ભવમાં ભટકવું પડ્યું. એંશી વીશીને કાઇ ગયો. આવતી ચોવીશીએ મોક્ષ થશે.
મુક્તિ રમણી વરવા માટે આત્માને શુદ્ધ, સરળ બના વવાનો છે. તે ઉપર બિંદુના અનંતમા ભાગને ડાઘ પણ ન લાગે તેની પૂરેપૂરી તકેદારી રાખવાની છે. તેવા આત્મા ઉત્તરોત્તર ઉચ્ચ પ્રગતિ કરી, ઉત્તગ શિલા-સિદ્ધ શિલાએ પહોંચે તે નિશ્ચિત્ત ને નિર્વિવાદ છે.
For Private And Personal Use Only