________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ! પ્રાયશ્ચિત્ત
વિનીત આત્મા નાના દોષની પણ ઉપેક્ષા કરતા નથી. શુભ્ર, શુદ્ધ વસ્ત્ર પર લાગેલ એક નાનકડો ડાઘ મનને ડોળી નાખે છે, તે સ્વયમેવ શુદ્ધ આત્મા પર દુર્ગણને દોષ લાગેલ હોય તે આત્મા વ્યથિત અને વ્યગ્ર ન બને એ કેમ સંભવે? અર્થાત્ વ્યથિત બને છે. માણસની કિંમત તેના બાહ્ય દેખાવમાં કે પ્રદર્શનમાં નથી, પણ તેના સંસ્કાર પર અવલંબે છે.
સંસ્કાર સંપન્નની પ્રવૃત્તિ શુભદાયી ને સુખદ હેય છે, તે પ્રગતિ શ્રેય સાધક હોય છે. પ્રભુએ માનવતા આપવાનું કાર્ય જીવનભર કર્યું છે. વિનીત માનવી જ્યાં જાય છે, ત્યાં પૂજાય છે. અવિનીત માનવી બધેથી હેરાન થાય છે. વિનીત બનવા માટે સદ્ગુણો જીવનમાં ઉતારવાના છે. સદ્ગણે આવતાં આપણી ભાવને શુદ્ધ ને સંસ્કારી બનતી જાય છે. આથી નાના બનવાનું છે. નમ્ર માણસ આકારમાંથી અનાકારી બને છે. પ્રભુની વાણી નમ્રતા સદ્બેધે છે. તેમનાં વચનનું મનન ને ચિંતન કરવાનું છે. તે વાણી સાંભળ્યા પછી આપણી તુચ્છતા ને અહમ ચાલ્યા જાય છે. “અહમ ” ને “અહં” બનાવવા માટે પ્રભુનું
For Private And Personal Use Only