________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* | ભય
પરિગ્રહથી અંતરની મસ્તી ખલાસ થઈ ગઈ છે. જરૂરિયાત કરતાં વધારે ખાવું કે પહેરવું નહીં. આહાર સ્વાદ માટે નહીં, પણ ક્ષુધાવેદનીય રેગના ઉપશમન માટે ઔષધરૂપે અનાસક્તભાવે આહાર કરવાનું હોય છે. આહાર સાત્વિક ને શુદ્ધ જોઈએ. આહાર સાથે નિદ્રા જરૂર પૂરતી હેવી જોઈએ. બ્રાહ્મમુહૂતે ઊઠીને અરિહંતનું સ્મરણ કરવું. તેથી તે મરણ અંતરમાં ઘુંટાઈ જાય છે. વધારે ઊંઘવાથી તંદુરસ્તી બગડે છે ને ખરાબ વિચાર આવે છે.
પશુના આહાર–નિદ્રા શરીરના પિષણ માટે છે. મનુષ્યના આહાર-નિદ્રા આત્માના પિષણ માટે છે. મેક્ષના ધ્યેયને પહોંચવા માટે શરીર ટકાવવાનું છે. પહેલું સુખ તે જાતે નર્યા. દુનિયામાં સૌથી શ્રેષ્ઠ સંપત્તિ તંદુરસ્ત શરીર છે. આહાર તનપષક અને નિદ્રા મનપષક હોવી જોઈએ. પણ માનવ ભયની ભૂતાવળથી બેબાકળે બની જીવે છે. ઉપાધ્યાય યશોવિજ્યજી મહારાજ સાહેબ કહે છે કે, “ભયથી મુક્ત થવા માગતા હોય તે તું તારી ઈન્દ્રિયોને જીતવા માંડ. જ્યારે ઇન્દ્રિયે જીતાશે ત્યારે ભય ચાલ્યા જશે.”
૧૩૮
For Private And Personal Use Only