________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
આ માટે જ્ઞાન અને ભક્તિની જરૂર છે. એકલી ભક્તિ કેઈક સમયે લપસાવી નાખે છે, એકવું જ્ઞાન તારક બનતું નથી. - ભક્તિ અને જ્ઞાનના સમન્વયથી પાંચે ઇન્દ્રિય સર્જકાત્મક બને છે. મન કેળવાય છે. મન કેળવાય તે રીતરાગતા પ્રગટે છે અને ન કેળવાય તે રાગ-દ્વેષના દ્વન્દ્ર જન્મે છે. આપણે પ્રેયસને ઢાળ નથી પસંદ કરવાન–શ્રેયસૂને ઢાળ અપનાવવાનું છે. છ રસને ત્યાગ કરી આયંબિલ કરનારે પોતાના મનને કેવું અદ્ભુત કેળવ્યું હશે?
યુવાન સ્ત્રીના શબને જોઈને કામી માણસે કામનો વિચાર કર્યો. ચોરે દાગીનાને વિચાર કર્યો, શિયાળે માંસને વિચાર કર્યો અને જ્ઞાનીએ વિચાર કર્યો કે “આ શરીર તે સડી પડી જવાનું છે, જ્યાં સુધી આપણું હાથમાં છે, ત્યાં સુધી તેને દ્વારા આત્મ-કલ્યાણ સાધી લેવાનું છે.” - નિર્માલય આહાર પચે ઇંદ્રિને બરબાદ કરે છે. માટે સાત્વિક આહારની અગત્યતા પ્રભુએ સમજાવી છે.
૧૩૭
For Private And Personal Use Only