________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
લક્ય છે કે “યા હોમ કરીને પડે ફતેહ છે આગે.” જ્યાં દયેયલક્ષ્ય નિશ્ચિત થયું, ત્યાં પહોંચવાની સરળતા પ્રાપ્ત થાય. કદાચ મુસીબત કે ઝંઝાવાત આવે તો પણ સામનો કરી શક્ય તેટલા વધુ ગુણાંક મેળવશે. ઘણું પુણ્યથી પ્રાપ્ત થયેલ દુર્લભ મનુષ્યભવ ફેંકી દેવાનું નથી. આપણે જાણીએ છીએ કે સેનાની કે હીરાની જાહેરાત કરતાં ચા, સિગારેટની વધુ જાહેરાત થાય છે. હંમેશાં મેંઘી વસ્તુ કરતાં હલકી વસ્તુની જાહેરાત વધારે થાય છે.
દરેક વસ્તુને જોવાની ને જાણવાની છે. કલર નાખેલ આઈસ્કીમ આંખને, નાકને, જીભને ગમે છે; પણ ટેન્સીસવાળું મન તેની ના પાડશે. પાંચે ઇન્દ્રિયને હિતાહિતને વિચાર જ હોતું નથી. સમગ્ર વિચાર મન કરે છે.
સેમાં નવ્વાણું ઈન્દ્રિયે આધીન થઈને કામ કરે છે, ફક્ત એક જ મનને પૂછીને કામ કરે છે.
જે પેઢી નોકરે અથવા ઘણાથી ચાલતી હોય છે, ત્યાં કેની જવાબદારી હોતી નથી, તેથી ગોટાળા થાય છે; પરંતુ એક વ્યક્તિ સર્વસત્તાધીશ હોય તે તે પોતાની પેઢીને અધર બનાવે છે, પ્રગતિશીલ બનાવે છે.
દિનપ્રતિદિન નવાં નવાં સાધને જોઈ ઇન્દ્રિ વિહ્વળ બને છે, તે સાધન મેળવવા માનવી આકાશપાતાળ એક કરે છે, પણ તેનું પરિણામ આપણે જોતાં નથી. આપણે તે આકારમાં જ ગૂંચવાઈ ગયા છીએ.
૧૩૬
For Private And Personal Use Only