________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* | સંગને રંગ
જે સંગ તેવો રંગ', “જેવી સબત તેવી અસર.” ઈયળ ભમરીનું ધ્યાન ધરતાં ધરતાં ભમરી બની જાય છે, દુર્જને સાથે રહેવાથી દુષ્ટતા આવી જાય છે. આપણામાં જે સાત્વિકતા નહીં હોય તે બાહ્ય વાતાવરણની અસર થવાની. કહેવાય છે કે Man is the creature of the circumstances. માનવનું ઘડતર આજુબાજુનું વાતાવરણ કરે છે. માણસ હલકા નથી, તેની આસપાસનું વાતાવરણ તેને હલકો બનાવે છે.
નાનપણમાં દીક્ષા આપવાથી, બાળકને સત્યને ને સર્વને, શુદ્ધિને ને શ્રેષ્ઠતાને, સરળતાને અને સમતાને સંગ પહેલેથી થાય છે તેથી ભાવિમાં પ્રખર જ્ઞાની બની શકે છે. નાનકડા ચંગ મહાન હેમચંદ્રાચાર્ય બની શક્યા. આજે પણ જ્ઞાનવૃદ્ધ સંયમી આત્માઓ છે, તેઓએ સંયમ ગ્રહણ બાલ્યાવસ્થામાં કર્યું હતું. પહેલેથી પ્રકાશ માર્ગે જવાનું હોય છે, એટલે અંધકાર સ્પર્શતા નથી. સંસારનાં વિકાર, વિકલ્પ ને વિકૃતિ અનુભવ્યા પછી, કાજળના અનેક પટ ચઢાવ્યા પછી આત્માને પ્રકાશ મેળવતાં કેટલે શ્રમ પડશે?
૧૨૯
For Private And Personal Use Only