________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
આંખ, કાન, નાક પછી સ્પશેન્દ્રિય ખતરનાક નીવડે છે. સ્વદાર સંતેષમાં જીવન જીવવાનું છે. વિવિધરંગી પતંગિયા જેવું જીવન ન બને તે માટે પૂર્ણ સજાગ રહેશે. પાછળ દોડતાં પતંગિયા ખતમ થઈ જાય છે, એ નિશ્ચિત છે. સુદર્શન શેઠ અને મને રમા કામને જિતનારાં હતાં, તેથી પ્રાતઃકાળે તેમનાં પુણ્ય નામ સ્મરવામાં આવે છે. જે દંપતીનું શિયળ નિર્મળ હોય તેને શાસનદેવી સહાય કરે છે. પુરુષે કુમારનન્દી સેની જેવા કામલંપટ નથી બનવાનું, પણ રામ જેવા કામવિજેતા બનવાનું છે. રામ જેવા અનશે તે સ્ત્રી પણ સીતા જેવી મળશે.
કપિલાએ વિચાર્યું કે “આ સ્વરૂપવાન યુવાન સુદર્શન સંયમ કેવી રીતે પાળી શકે? તેની પરીક્ષા કરવા સુદર્શન શેઠને ફસાવ્યા. સુદર્શન શેઠે કહ્યું: “કપિલા તને ખબર નથી કે હું પુરુષમાં નથી.” અને સુદર્શન શેઠ આબાદ બચી ગયા. “સંયમ અને સદાચાર એ જ આત્માનું અમૂલ્ય ધન છે.” સુદર્શન શેઠનું વચન દ્રવ્યથી અસત્ય હતું પરનું ભાવથી સત્ય હતું. “સદુ હિત સત્યમ ”
સુદર્શને સ્વદાર સંતોષનાં નિયમધારક હેવાથી પ્રતિજ્ઞા કરી: “કેઈને ઘરમાં એકલા જવું નહીં.”
જેની પાસે રૂપ છે, યૌવન છે, તેણે ચેતીને ચાલવાનું છે. કારણ કે રૂપ અને યૌવનને જ લૂંટવા ચાર આવે છે. - કપિલા તથા મહારાણી અભયાએ ઝરૂખામાંથી સુદ
૧૨૭
For Private And Personal Use Only