________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* | શ્રદ્ધા ને સંયમ
આ જીવ ઘણું પુણ્ય ઉપાર્જન કરે છે, ત્યારે મનુષ્યભવ મળે છે. મનુષ્યભવમાં પ્રભુની વાણી ગુરુમુખે સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ શ્રવણથી વીતરાગ પરમાત્મા પ્રત્યે અટલ શ્રદ્ધા જાગે છે અને જામે છે. તે શ્રદ્ધા માનવને મક્ષ પ્રતિ દોરી જાય છે. પુણ્યશાળી આત્માને મહાપુરુષોની વાણી સાંભળવાનું ઘણું મન થાય છે. જેવી સેબત તેવી અસર. પાણીનું બિંદુ છે તે સામાન્ય, પરંતુ ગરમ લોખંડના તવા પર પડે તે છમ થઈને ઊડી જાય છે, તે જ કમળપત્ર પર પડે તે સુંદર મેતીને આકાર લે છે. એક રાજા પિતાના નોકર ઉપર પ્રસન્ન થયે ને નેકરને માગવા કહ્યું. નેકરે કહ્યું: “જ્યારે હું દરવાજા પાસે ઊભે હેલું, અને આપ ત્યાં આવે ત્યારે મારા કાનમાં કહેજે કે “હું ભગવાનને પૂજતે રહું, ભગવાનને ભૂલી ન જઉં.” - રાજા આમ તેના કાનમાં કહે છે તેથી લોકોને લાગ્યું કે “આ તે રાજાને માનીતું છે. એટલે લેકમાં તે પૂજાવા લાગે. પ્રભુ પરની શ્રદ્ધાનું આ અદ્દભુત ફળ છે.
આપણે પ્રભુ પાસે માગવાનું : “ભવે ભવે તુહ ચલણણું.” હે પ્રભુ! ભવ ભવ તારા ચરણોની સેવા હો.
૧૨૩
For Private And Personal Use Only