________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
તમનુ' ચિત્ત તેા બેડામાં હેાય છે; તેમ આપણે સંસારમાં હાઈ એ, પર ંતુ મન તા પ્રભુભક્તિમાં હાવુ જોઈ એ. હૃદયની ભક્તિ મુક્તિ કરતાં પણ ચઢી જાય છે. ભક્ત પેાતાના હૃદયમાં ભગવાનને સમાવવાના છે. રામને નામે તા પથ્થર તરી ગયા. ભક્તિમય અનેલ હૃદય ઊધ્વગામી બને છે.
આ માટે અતરની અશાંતિ દૂર કરવાની છે. સારા વિચારથી આપણું મન પ્રસન્ન રહે અને શરીર સારું રહે છે. જેમ અને તેમ મનને શુભ ધ્યાનમાં રાખવાનુ છે. ધર્મ ધ્યાન અને શુકલધ્યાનથી જ મેક્ષ મળે છે.
જેમ કપડાંને રાજ ધાવાથી કપડાં સ્વચ્છ રહે છે, જેમ ઘરમાંથી રાજ કચરો કાઢવાથી ઘર સ્વચ્છ રહે છે, તેમ પ્રભુની વાણી રાજ સાંભળવાથી મન શુદ્ધ રહે છે ને ઉત્તમ વિચાર આવે છે.
આયુષ્ય અલ્પ છે. જેટલુ મેળવી શકાય તેટલું મેળવી લેવુ. આવતી કાલના વિશ્વાસે રહેવાનુ નથી. જે માણુસમાં શુદ્ધિ ને બુદ્ધિ ન હેાય તે ગમે તેમ વર્તે છે. આપણે આપણા આત્મા સત્, ચિત્ ને આનંદમય બનાવવાના છે, શુદ્ધ, સરળ ને સ્વચ્છ બનાવવાના છે. આત્માનુ સંશાધન કરવાનું છે.
અંતરમાં જેમ જેમ ઊંડા ઊતરશે, તેમ તેમ આત્માનુ શુદ્ધ સ્વરૂપ નજરે પડશે. આત્મા પરમ આત્મા અની શકે તેમ છે. તેને માટે ઉપર બતાવેલ માર્ગે ચાલશે તે
આત્મા પરમ બની શકશે.
૧૨૨
For Private And Personal Use Only