________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
અમૃતમય કુંભ મૂકવામાં આવ્યું છે. માણસ બધે ફરે છે, પણ હૃદયમાં કદી ડૂબકી મારી શકતા નથી.
આનંદરૂપ બનવું હોય તેને પિતાના હૃદયને શુદ્ધ કરવાનું છે. હૃદયને શુદ્ધ કરવા માટે પ્રભુની વાણીને સાંભળવાની છે. જે તરેલ છે, તેને સંગ કરવાને છે. તિન્નાણ તારયાણું–જે તરી ગયા છે, તે બીજાને તારી શકે છે. આસક્તિવાળો માનવી બીજાને પણ ડુબાડી દે છે. ભવઉપાધિને મટાડવા માટે પ્રભુની વાણી જ એકમેવ ઔષધિ છે. તે વાણું સત્ય છે, જે ચિત્તને આનંદ આપે તેવી છે. આત્મા ઉપરની કાળાશ દૂર થાય તે આત્મા શુદ્ધ સ્વરૂપે પ્રકાશી રહે છે. આપણો આત્મા જ્ઞાનમય છે, આનંદમય છે, સદ્મય છે. કર્મના પડળમાંથી આત્માને મુક્ત કરવાને છે. બીજાના ગુણે જેવાથી આપણુમાં ગુણોને સંચય થાય છે ને તેથી આત્મા વિકાસ સાધે છે.
આત્માને સત, ચિત ને આનંદમય બનાવે છે તે ભક્તિનું આલંબન લે. ધર્મનું મુખ્ય અંગ ભક્તિ છે. ભક્તિ પાણીનું કામ કરે છે. કર્મમલથી શ્યામ બનેલા આત્મવસ્ત્રને ધેવા માટે ભક્તિરૂપી પાણી ખૂબ જરૂરી છે.
ભક્તિમાં કહેવું પડતું નથી, પણ સહજ રીતે તે થઈ જાય છે. ગાય વનમાં જાય, ચારે ચરે, પણ ચિત્ત તે વાછરડામાં હોય છે. નટ દેરડી પર નાચે, ને લાખાને હસાવે પણ તેનું મન તે દેરડીમાં હોય છે. સ્ત્રીઓ માથા પર બેડાં મૂકી વાત કરતી કરતી ઝડપથી ચાલે છે, પણ
૧૨૧
For Private And Personal Use Only