________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સચ્ચિદાનંદ
જ્ઞાનીઓ કહે છે કે “હું આત્મા છું, અમર રહેવાને છું, હું મરવાને નથી.” દેહ મરે છે, આત્મા કદી મરતો નથી. મરી જવાને વિચાર જ (ભય) આપણને મારી નાખે છે. જ્યારે આત્મા અમર છે, ત્યારે તેને ભય શાને હોય? હું એટલે શરીર નહીં, પણ આત્મા છે. શરીર તે સાધન છે. આત્મા પ્રકાશવંત છે. આત્મા જ્ઞાનમય છે.
અજ્ઞાનમાં દુઃખ છે. જ્ઞાની કેઈપણ ક્ષણે દુઃખી હતા નથી, તેમના શરીરે તાવ હોય, પણ તેમનું મન પ્રસન્ન રહે છે. આત્મા તે જ સત્ત્વ ને સત્ય છે. આત્માને અનુભવ કરતાં પરમાત્માની અનુભૂતિ થાય છે. હૈયાને સ્ફટિક જેવું પારદર્શક બનાવવાનું છે.
આ સંસારનાં દુઃખ મને અડી શકે તેમ નથી, કારણ કે હું તે આનંદમય છું. જ્ઞાની કદી જીવનમાં શેકમગ્ન બનતા નથી. સંસારની વિવિધતામાં મૃત્યુ, ગરીબી, માંદગી આવી જાય છે.
સાગરના મંથનમાંથી મળેલ અમૃતમય કુંભ ક્યાં મૂકવે તેને વિચાર દેવે કરવા લાગ્યા. પર્વતના શિખર પર નહીં, પાતાળમાં નહીં, પણ માનવીના હૃદયમાં જ તે
૧૨૦
For Private And Personal Use Only