________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણું
ચેવિહાર કરે. નાની નાની વસ્તુઓને ત્યાગ કરે. ત્યાગમાં વીતરાગતા છે. ટેવ પાડતાં શ્રમ જણાશે. પણ તે શ્રમ ક્ષેમકર બનશે. શ્રમથી બરાક પચી જાય છે. આજે શ્રમ નથી, ત્યાં પેટના રોગ વધી ગયા છે.
સારી ટેવ પાડવા માટે શ્રુતજ્ઞાન સાંભળવાની ટેવ પાડવાની છે. સાંભળવાનું ન મળે તે શ્રુતજ્ઞાન વાંચન કરવાનું છે. “જીવવિચાર”, “નવતત્વ', “ત્રિભાષ્ય, “કર્મગ્રંથ” વગેરેનું વાચન કરવાથી ધીમે ધીમે તે ભણવાનું મન થાય છે. ભણતાં ભણતાં આગળ વધી શકીએ છીએ ને આત્માને ઉદ્ધાર કરી શકીએ છીએ. શાસ્ત્ર અભ્યાસનું વ્યસન રાખવાનું છે અને તે વ્યસન સ્વ તથા પર માટે અતિ ઉપયોગી થઈ પડશે. Life is short and art is long.
આયુષ્ય ટૂંકું ને ક્ષણભંગુર છે, માટે એક ક્ષણને વિલંબ કરવાનું નથી. આત્માનું જેટલું સધાય તેટલું સાધી લો. આત્મા હંમેશ ધર્મધ્યાન તથા શુકલ ધ્યાનમાં રહેવા જોઈએ. ધર્મનું વાચન ને શ્રવણ દુર્ગણોને સહેલાઈથી દૂર કરી શકે છે.
મળેલ સાધનેને સારે ઉપગ કરે. વહેલા ઊઠે, પ્રભુસ્મરણ કરે, મળેલ શક્તિનો વિકાસ કરે. નિશ્ચય અને વ્યવહાર અને જીવનમાં જોઈએ. માટે ભાવિનું ભાગ્ય ભવ્ય બનાવવું હોય તે વર્તમાનની જીવનક્રિયાને ભવ્ય બનાવે.
૧૧૦
For Private And Personal Use Only