________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
આપણું ધાર્યું કઈ થતું નથી, ધાર્યું તે થાય કર્મસત્તાથી. સુકૃત માનવદેહને ઉત્તરોત્તર ઊંચે લઈ જાય છે તે માટે કાયા છે. કાયાથી આત્માને કાયાકલ્પ થઈ શકે છે. પાંચ વ્રતને સમજીને જીવનમાં ઉતારવાના છે, જેથી આપણું ધ્યેય શીધ્ર પાર પડે.
લક્ષમી મળી છે, તે તેને ઉપગ દાનમાં કરે. દાનમાં આપેલ ધન આવતા ભવમાં અનેકગણું ધન આપે છે.
બુદ્ધિથી તત્વનું જ્ઞાન મેળો, ધનને ઉપગ દાનમાં કરો, કાયાથી ત્યાગ કરે, શુદ્ધ આચાર પાળે અને જીવ માત્રને શાંતિ થાય તેવું વચન બેલે.
આ ચાર સાથે પાંચમે સગુણ આવે છે અભિરુચિ. આપણું અભિરુચિ ઉચ્ચ (મોક્ષની હોવી જોઈએ.
દેહ સાધન છે, મનથી કાર્ય કરી શકાય છે. ઉચ્ચ અભિરુચિ હશે તે જીવન ઉચ્ચ પ્રકારનું બનશે. સારા વિચારથી, મનની ઊંચી ભાવનાથી અને જ્ઞાનીનાં વચન શ્રવણથી આપણું અભિરુચિ ઉચ્ચ બને છે; આથી મનની ઉદારતા ખીલે છે ને મન પ્રફુલ્લ બને છે.
જીવનને ઉચ્ચ બનાવવા માટે, અભિરુચિને ઉત્કૃષ્ટ બનાવવા માટે સારી ટેવ પાડવાનો પ્રારંભ કરે. slow and steady wins the race. સારી ટેવ ધીમે ધીમે પાડવાથી તેમાં સાતત્ય વધશે ને ધ્યેય પ્રાપ્તિ થશે. મેટી તપશ્ચર્યા ન થઈ શકતી હોય તે નવકારશીથી તપને પ્રારંભ કરે.
૧૧૮
For Private And Personal Use Only