________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
જોઈને બોલે છે કે “એમનું શરીર પહેલાં કેટલું સુંદર હતું, ને આજે કેટલું સૂકાઈ ગયું છે.” આ શબ્દો રાજા એટલે તેના પતિના કાને પડ્યા. બસ, રાજાનું મન શંકાથી ઘેરાયું ને સુભટોને હુકમ કર્યો : “આ યુવાન સાધુની ચામડી ઉતારી લાવે.” પેલા આજ્ઞાધારક સાધુ પાસે ગયા ને રાજાની આજ્ઞા ફરમાવી, તે સાધુએ કહ્યું: “હું તૈયાર છું.”
દુઃખ આવે ત્યારે અશુભ કર્મની મલિનતા છેવાય છે, તેમ માની હસવાનું છે, ચિત્તમાંથી ચિંતા કાઢી નાખવાની છે. સાધુ કહે છે: “હું યુવાન હોવા છતાં કૃશ છું, દુર્બળ છું. મારાં હાડકાં અણીદાર છે, ચામડી ઉતારતાં, તમારી છરી તમને ન વાગી જાય તેને ખ્યાલ રાખજો.”
- સાધુએ તન કસાઈને સેપ્યું ને મનને અરિહંતને સેપ્યું. અહિતે જ જવાબ ! આમ સાધુએ પોતાના મનને સાધનાથી તૈયાર કર્યું હતું.
सिद्धे शरणं पवश्वामि । साहु शरणं पवश्वामि । केवली पनत्तं धम्म શરણં પ્રવામિ અને આમ ચામડી ઉતરતાં સાધુ પ્રભુ શરણે જઈ બેઠા.
સાધુએ સહનશીલતા કેળવવાની છે અને સિદ્ધ કરવાની છે. દુષ્ટની સામે સૌજન્ય ને સહનશીલતા દર્શાવવાનાં છે. એક વાર પ્રભુને શરણ જાવ, તે તે તરણ બની રહેશે.
For Private And Personal Use Only