________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
4. સૌ સાધન બંધન બન્યાં.
વધારે પડતાં પુગલનાં સાધને જીવનને વધારે ભારે બનાવે છે. જવાબદારીવાળે માણસ ગુરુની પાસે જઈ શકતો નથી. માણસ પોતાની મેળે જ જવાબદારીઓને વહેરે છે.
પશુના ભવમાં તમે જ્ઞાન નહીં મેળવી શકે. નરકના જી અવધિજ્ઞાનથી જાણી શકે, પણ આરાધના ન કરી શકે. દેવતાનાં સુખ વધારે પડતાં છે, અને તેના અતિરેકમાં તેઓ આત્માને ભૂલી ગયા છે. ફક્ત મનુષ્યભવ જ એક એવે છે, કે જ્યાં તે ભવમાં જ આરાધના થઈ શકે છે.
કઈ જાનવરને ખીલેથી છૂટું કરે, તે તે ગેલમાં આવી જશે. પક્ષીને પિંજરામાંથી બહાર ઉડાડી મૂકો, કેવા આનંદ તેના મુખ પર વિલસી રહે છે? ફક્ત મનુષ્ય જ એક એવે છે કે જેને બંધન છોડવું ગમતું નથી.
આ બંધનમાંથી મુક્તિ મેળવવા માટે વિવેક-જ્ઞાનની આવશ્યકતા છે. વિવેક–જ્ઞાન વિના જીવનશુદ્ધિ નથી. આત્માનું જ્ઞાન થાય ત્યારે ઇન્દ્રિયો બારી-બારણાં જેવી લાગે છે. આત્મા એ dustbin નથી–કચરાપેટી નથી કે જે તે ખરાબ જ ભરવું !
૧૦૭
For Private And Personal Use Only