________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
બીજા ભવમાં અઢાર દેશનું રાજ્ય પ્રાપ્ત થયું. એ મહાન છે. આ બતાવે છે કે “મારા જીવનને પુષ્પ જેવું સુકમળ ને સુવાસિત બનાવી તારા ચરણે ચઢાવું છું. જીવનને કઠોર બનાવવું નથી. જીવનને સૌંદર્યમય સુકમળ, અને પરમ સુવાસિત બનાવવવાનું છે.
દીપક પૂજાથી એ ભાવનાનું કે મારી અનાદિની અજ્ઞાનતા તારા જ્ઞાનરૂપી દીપકથી દૂર કરીને જીવનને દેદીપ્યમાન બનાવવું છે. ધૂપથી એ ભાવના ભાવવાની છે કે ધૂપ ઊર્ધ્વગામી બને છે તેમ આત્મા ઊર્ધ્વગામી બની સિદ્ધશિલા પર સિદ્ધમય બની જાય.
અક્ષતપૂજા વખતે ભાવવાનું કે “દેહ વિનાશી હું અવિનાશી.” અક્ષતપૂજા કરતાં અખંડ અક્ષતની માફક આત્માને એક, અનન્ય, અખંડિત પરમાત્મા બનાવવવાને છે.
નૈવેદ્ય પૂજા વખતે ભાવનાનું કે આવા અનેકવિધ આહાર કરી આત્માને ચાર ગતિમાં રખડાવ્યો હવે મારે જોઈએ છીએ “તારા જેવું અનાહારી પદ એટલે સિદ્ધ પદ”
૧૦૬
For Private And Personal Use Only