________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
ખાવામાં હિંમત નથી જોઈતી-પણ તેને ત્યાગ કરવામાં હિંમત જોઈએ છે. ચિત્તને મળ્યું અને છોડી પણ દીધું. પછી બ્રહ્મદત્તને પ્રતિબંધ કરે છે. બ્રહ્મદત કહે છે : “મધની મીઠાશ અને ચીકાશ માખીને લાગી ગઈ છે, ઊડવું છે, છતાં ઊડી શકાતું નથી.” કદાચ ન ઊડી શકાય, તે ફડફડાટ થયા વગર રહે નહીં. માટે મહ તથા અજ્ઞાનને ત્યાગ કરવા માટે જીવનભર પુરુષાર્થ કરવાનો છે.
સદાચાર જે વ્યક્તિ જીવિત હોવા છતાં પરોપકાર કરતી નથી તે મરેલી જ ગણાય છે. જે વિદ્યા પ્રાપ્ત કરતો નથી તે આંખ હેવા છતાં અંધ છે. ધનવાન હોવા છતાં જે બીજાને મદદ કરતા નથી તે દરિદ્ર છે. જે પુરુષ હેવા છતાં પુરુષાર્થ કરતું નથી તેની સદાને માટે દશા બેસે છે.
103
For Private And Personal Use Only