________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
ફરકતી જોઈને જાતિસ્મરણ થયું અને ચિત્તે પિતાને પૂર્વ ભવ જે પછી બ્રહ્મદત્ત ચક્વત મુનિને શેધવા જાય છે. અને મળતાં છેલ્લા ભવમાં વિયોગ થવાનું કારણ શોધે છે.
જ્ઞાન અને તપમાં રમતા મુનિનું સુખ અનંત હતું. કામના કીચડમાં ખૂંપેલાને તે ક્યાંથી સમજાય? સંસાર એ તે નાટક છે, અને આ બધાં બાહ્ય રૂપ છે. કોઈવાર જીવ ચક્રવતી બને છે, તો કોઈવાર ભિખારી. જીવ જ્યાં જાય છે, ત્યાં પિતાનાં કર્મબંધન જ લઈ જાય છે. એક વખત જેને ધકેકે ચઢવું પડતું હતું, તે આજે સ્વાગતસન્માનને અધિકારી બને છે. પોતાનાં બધાં પુણ્યને ભેગવી નાખવાથી જીવ મૃત્યુના જડબામાં જાય છે, ત્યારે કઈ બચાવી શકતું નથી. ન ભાઈ કે ન ભાર્યા. મૃત્યુ વખતે આપણે એક્લા બનીને જવાનું છે.
પડછાયાની માફક આપણું કર્મો આપણી સાથે જ આવે છે. હજારે ગાયે માં ગાય પોતાના વાછરડાને શોધી કાઢે છે, તેમ હજારે માનવીમાંથી કર્મ જીવને પકડી લે છે.
આવા કર્મસત્તા બિચારા જીવ પ્રત્યે કરુણ દર્શાવવાની છે. જ્ઞાનદાન, અભયદાન તે અન્નદાન કરતાં ચઢિયાત છે. તપશ્ચર્યાની અનુમોદના કરવાની છે, માટીને પાર જેવું આપણું મન છે. તેને તપથી શુદ્ધ કરવાનું છે, બાંધવાનું છે.
૧૦૨
For Private And Personal Use Only