________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
આકાશમાં ઊડતાં પક્ષીઓમાં કઈ ભેદભાવ નથી, તેમ જાતિના ભેદ વિના કોઈ પણ “જિન” “જિન” બની શકે છે.
પ્રભુ મહાવીર સ્વામીજીએ પરમ ઉત્કૃષ્ટ કેટિની ભાવનાથી અશાંત જગતને શાંત કર્યું છે, કલહમાં કમળતા. પૂરી છે, વિવાદમાં સંવાદિતતા પૂરેલ છે કોઈ પણ બાબતને અનેક દષ્ટિકોણથી સમજવા પ્રયત્ન થાય તે વેરભાવ તે મૈત્રીનું ઝરણું બની જાય, વિરોધને બદલે અનુરોધ થાય. આ ઉત્કૃષ્ટ ભેટ છે સ્વાદુવાદની.
સ્વાદુવાદ એટલે શું ?
સ્વાદુવાદ એટલે સામાની આંખને આપણી બનાવીને જુએ અને આપણે વાતને બીજે સમજી શકે તેટલી સહિઘણુતા કેળવવાની. આથી જીવન ધન્ય ધન્ય બની જાય છે.
તેમાં વિચારને પરિઘ વિસ્તૃત બનાવવાનું છે. તપશ્ચય એ કાંઈ લાંઘણ નથી, પરંતુ જીવનશુદ્ધિનું પરમ અંગ છે. જ્ઞાન તે સત્યને શેધવાને અનુપમ પ્રકાશ છે. સંયમ આત્માને મુક્તિ અપાવે છે.
સ્યાદવાદને અર્થ ન સમજાય તે વ્યવહાર લુષિત બની જાય છે. “આત્મા” અંગે બોલવું તે સરળ છે, પણ તેની સાથે સદ્વ્યવહાર રાખ તે જુદી વાત છે. વિશ્વ સાથે મૈત્રી, પ્રમેહ, કારુણ્યાદિપૂર્વક સદ્વ્યવહાર રાખવાને છે. ભૂલનું પરિણામ શરીરને ખમવું પડે છે. આત્મા તે અમર છે. મૃત્યુ વખતે તે અમરતાને વિચાર કરવાને છે.
For Private And Personal Use Only