________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
થતું જશે, દુર્ગણે ખરવા માંડશે અને આંતરિક આનંદ પ્રફુરી રહેશે. પછી સગુણે પ્રાપ્ત થશે અને આત્મા સગુણ બની જવાને. તે સદ્દગુણના પ્રકાશમાં જ જીવવાનું છે. તે પ્રકાશ આપણને પ્રભુના અક્ષય આનંદને આસ્વાદ કરાવશે. આ અભિનવ આસ્વાદ માટે ધર્મ કરવાને છે. ધર્મ આવતાં ભૂખ ને તરસ ભુલાઈ જાય છે. ખાવાપીવાને બદલે તપમાં રસ જાગે છે. ત્યાં આનંદના ઘૂંટડા ભરવા મળે છે.
વધારે પસે અભિશાપરૂપ છે. પરિગ્રહની મૂચ્છ ઉતારવા માટે દાન છે. ધર્મ જીવનમાં આવશે ત્યારે “લેવાનું નહીં, પણ દેવાનું મન થાય છે. આવું દર્શન જેને મળ્યું છે, તે તરી જાય છે. પ્રભુની વાણું દુઃખમય જિંદગીને સુખમય બનાવે છે. તે તત્ત્વનું દર્શન થતાં જીવન મંગળમય બની જાય છે. દુઃખ જગતમાં નથી, પણ દષ્ટિહીન આપણે દુઃખને ઊભું કર્યું છે. જેની પાસે સાચું દર્શન છે, તેની દષ્ટિ હંસ જેવી છે; જ્યારે દર્શન વગરની દષ્ટિ ગળણું જેવી છે. ગળણીમાં કચરે જ ભેગો થાય છે. જેને દર્શન મળ્યું છે, તે આત્મા જીતી જાય છે. મંગળમય દષ્ટિ અર્જુન માળી જેવા ઘેર પાપીને પુણ્યાત્મા બનાવે છે– આવી મંગળમય દષ્ટિ સાચું સુખ આપે છે.
જૈન અને જન ધર્મ.
જન”ની ઉપર બે પાંખે આવે ત્યારે તે “જન” બની જાય છે, બે પાંખથી ઉડવાની શક્તિ આવે છે. જેમ
For Private And Personal Use Only