________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
ધ્યેય-પ્રાપ્તિ
ઉપાધ્યાય મહારાજ શ્રી યશોવિજયજી મહારાજ જ્ઞાનસાર”માં સમજાવે છે કે જે વસ્તુ પ્રાપ્ત કરવાની છે, તેની પહેલાં ઓળખાણ કરવાની છે. લેક ધર્મની વાતે તે ઘણું કરે છે, પણ આત્માને સમજ્યા વગર કદી ધર્મ થતું નથી અને કદી મેક્ષ મળતું નથી. આત્માની ઓળખાણ થાય તે દરેક ક્રિયા ધર્મમય બની જાય છે. ત્યાર પછી જગત સાથે વ્યવહાર નિર્મળ બનશે. પથ્થરમાંથી મૂર્તિ ઘડનાર શિલ્પીને ધન્ય છે, તે સમજણપૂર્વક પથ્થરને ઘડે છે, તેની સાધના સફળ બને છે; તેમ અજ્ઞાનીને જ્ઞાની બનાવનાર ગુરુને ધન્ય છે. ગુરુને સમાગમ અને તેમનું સાનિધ્ય પારસમણિ સમાન છે. તેથી માનવી ‘વિભૂતિ” બની જાય છે. ગુરુની આજ્ઞા એ મંગળમય તત્વ છે.
જેમ ટાંકણું ખાધા વિના પથ્થરમાંથી પ્રતિમા બનતી નથી, તેમ ગુરુના ઉપદેશ વિના દાનવમાંથી માનવ બનતે નથી. ગુરુને ઉપદેશ એ ડાયનેમિક ફેર્સ છે, તેથી ગતિ થઈ શકે છે. ગુ–આજ્ઞા એ રસાયણ છે. તેથી જગતને સામાન્ય માનવી અસામાન્ય બની શકે છે, તે પ્રભુતાને માર્ગે જઈ શકે છે, પ્રભુતાઈ પામી શકે છે. માનવમાં રહેલ દિવ્ય
૯૦
For Private And Personal Use Only