________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
તાનું અનેરું તત્વ ગુરુ–સમાગમથી બહાર આવે છે. આને માટે માનવે ગુરુ પ્રત્યે સમર્પણભાવ કેળવવો જોઈએ. ગુરુ પ્રત્યે અનન્ય પ્રેમ તેમ જ અવિહડ શ્રદ્ધા જોઈએ. દ્રોણચાચે એક્લવ્યને વિદ્યા આપવાની ના પાડી, કારણ કે તે ક્ષત્રિય ન હતું, શૂદ્ર હતું. પરંતુ તેણે સંકલ્પ કર્યો, ગુરુની પ્રતિમા બનાવી, પ્રતિમાને સાક્ષાત્ ગુરુ માની, તેમની આજ્ઞા મળે છે, તેમ કલ્પી વિદ્યા મેળવી, ને તે અજોડ બાણાવળી બન્યું. અહીં એકલવ્યને ગુરુ પ્રત્યે સમપણભાવ હતો. શ્રદ્ધા ને સમર્પણ શ્રેષ્ઠ સફળતા સહજ અપાવે છે.
જીવનને પ્રગતિશીલ બનાવવું હોય તે ગુરુચરણની સેવા એક માત્ર ઉપાય છે. ગુરુ જ્ઞાન આપે છે, સ્વાધ્યાય દર્શાવે છે, ધ્યાનની પ્રક્રિયા પ્રગટાવે છે.
આપણું આત્મામાં અનંત શક્તિ રહેલી છે. તે શક્તિને પ્રગટાવવા માટે મનને પહેલાં તૈયાર કરવાનું છે, મનને નિર્ભય બનાવવાનું છે અને મનથી આગળ વધવાનું છે.
આત્મા આનંદમય છે, શક્તિમય છે, શાશ્વત્ છે, દર્શનમય-જ્ઞાનમય છે. ભૌતિક વસ્તુમાં આમાંની એકે બાબત નથી.
આત્માનું આનંદમયી તત્વ જંગલમાં મંગલ બનાવે છે, તેથી શેકનું કારણ રહેતું નથી. શેથી આર્તધ્યાન થાય છે, આધ્યાનથી કર્મ બંધાય છે. આત્મા અંગેનું જ્ઞાન
For Private And Personal Use Only