________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
મચાવી રહી છે. કૃપા કરીને આપ મને તેનું સમાધાન આપીને અનુગૃહીત
છે
કરો.”
પ્રભુ બોલ્યા: 'ગામી તા નહોત્રનું " આ વેદ-વાક્યમાં "વા" અવ્યય ''જ” (પણ) અર્થમાં મૂકવામાં આવેલો છે. આથી આ વાક્યનો અર્થ આ રીતે થાય કે – જે અગ્નિહોત્ર છે, તેણે આજીવન પણ કરતા રહેવું જોઈએ. તાત્પર્ય એ થયું કે જે સ્વર્ગનો અર્થી છે, તેણે આજીવન પણ અગ્નિહોત્ર કરતા રહેવું જોઈએ અને જે નિર્વાણ (મોક્ષ)નો અભિલાષુક છે, તેણે નિર્વાણને મેળવી આપનારા અનુષ્ઠાનો આજીવન કરતાં રહેવું જોઈએ. “વેદના તે વાક્યમાં જેમ નિર્વાણનો ઉલ્લેખ નથી. તેમ નિષેધ પણ નથી જ. “પુણ્યનું ફળ સ્વર્ગ છે. તો પાપનું ફળ નરક છે. અને પુણ્ય અને પાપના મિશ્રણનું ફળ મર્યલોક (માનવલોક) છે. તો પુણ્ય અને પાપના સર્વથા અભાવનું ફળ પણ કોક તો હોવું જ જોઈએ. અને તે જ છે નિવણ (મોક્ષ.)! પ્રભાસે કહયું: “હે પ્રભો! સંસાર અનાદિ છે. તો તે અનન્ત પણ હોવો જોઈએ. જેની આદિ (શરૂઆત)નથી, તેનો અત્ત (નાશ) શી રીતે થાય? અને જો સંસાર (જન્મ-જરા-મરણના ચક્ર)નો કોઈ અંત (નાશ) ન થાય તો નિર્વાણ શી રીતે
થાય?”
પ્રભુએ કહયું: “હે સૌમ્ય દ્રવ્ય અને પર્યાયમાં ભિન્નતા જુદાપણું) છે. અનાદિ દ્રવ્ય (જીવ)નો અંત હોતો નથી. પરંતુ પર્યાયનો અન્ન (નાશ) હોય છે. કેમકે તે પરિવર્તનશીલ છે.
સંયોગનો પણ વિયોગ થાય છે. પ્રત્યેક ભવમાં શરીરનો જીવનથી વિયોગ તને સમજાય છે. તેજ રીતે અનાદિ એવા કર્મનો પણ વિયોગ થાય છે. “પ્રત્યેક માણસનો વંશ અનાદિ છે. કેમકે પિતા વગર પુત્ર ન થાય. પરંતુ પ્રત્યેક પુત્રને વળી પુત્ર થશે જ એવો કોઈ નિયમ નથી. પુત્ર ન થતાં અથવા તો થઈને (જન્મીને) મરી જતાં કોઈકનો વંશ (અનાદિ હોવા છતાં પણ) અટકી જાય છે. એનો અંત પણ થઈ જાય છે.)
બરાબર એ જ રીતે જીવનની સાથે કર્મનો સંયોગ અનાદિકાળથી છે, તો પણ સંયમ અને તપશ્ચર્યા દ્વારા-નિર્જરો દ્વારા એ સંયોગનો પણ નાશ જરૂર થાય છે. જીવની કર્મસંયોગ વગરની શુદ્ધ અવસ્થાને જ નિર્વાણ કહેવાય છે. જીવની એ અવસ્થામાં સંસારનો (જન્મ-ધરા-મરણના ચક્રનો અંત થઈ જાય છે. જીવ પરમજ્ઞાની બની જાય છે.”
તો
'
For Private And Personal Use Only