________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
પણ છે, જેમાં આ ભવમાં બાંધેલા કર્મોના શુભ અને અશુભ પરિણામ ભોગવાય છે. આ રીતે ભૂતકાળના અનંતાભવો અને પ્રત્યેક ભવની પછીનો ભવ (ઉત્તરભવ) પરલોકરૂપે સિદ્ધ થાય છે.” પ્રભુના આ વચનો સાંભળીને પંડિતરાજ મેતાર્યના મનનો સંશય મટી ગયો. પોતાના ત્રણસો વિદ્યાર્થીઓની સાથે તેમણે પણ પ્રભુને શિરસાવત્થ કરીને તેમનું શિષ્યપદ સ્વીકારી લીધું. પ્રભુએ “ત્રિપદી”નો બોધ આપ્યો. ત્યાર બાદ તેમણે પણ “દ્વાદશાંગી”ની રચના કરી. પ્રભુએ પોતાના સંઘમાં તેમને દસમા ગણધર તરીકે સ્થાપિત કર્યા. ત્યાર બાદ મહાપડિત પ્રભાસજીએ વિચાર્યું કે, “જયારે દસ-દસ વિદ્વાનોએ સર્વજ્ઞ પ્રભુ મહાવીરની પાસે પહોંચીને પોત-પોતાની શંકાઓનું સમાધાન પ્રાપ્ત કર્યું તો પછી હું એકલો શા માટે પાછળ રહી જાઉ? શા માટે હું પણ નિર્વાણ (મોક્ષ) સંબંધી મારી શંકાનું તેમના દ્વારા નિવારણ ન કરી લઉં? અને હું પણ તેમની જેમ કલ્યાણપંથનો પથિક બની જાઉં?” આ વિચારને અમલમાં મૂકવા માટે તેઓ પોતાનો ત્રણસો વિદ્યાર્થીઓના સમુદાયની સાથે ધૂમધામથી સમવસરણ તરફ ચાલી નીકળ્યા. પ્રભુએ “પ્રભાસને જોતાની સાથે જ કહયું: “હે પ્રભાસ” “નામ ના
નિક્ષેત્ર” (અથવા આ જે અગ્નિહોત્ર છે, એને હમેશાં કરતા રહેવું જોઈએ.) અગ્નિહોત્ર (યજ્ઞ)નું ફળ સ્વર્ગ છે. આથી જ શાસ્ત્રની આજ્ઞા અનુસાર આજીવન અગ્નિહોત્ર જ કરવાથી સ્વર્ગથી વધારે કોઈ ફળ મળે તેમ નથી. સ્વર્ગને જ અન્તિમ પ્રાપ્તવ્ય (પામવા યોગ્ય વસ્તુ) માની લેવાનું રહે છે. તો પછી નિર્વાણ કોને મળે? અને શી રીતે મળે? “અગ્નિહોત્રથી નિવણ (મોક્ષ) તો મળતું નથી. અને અગ્નિહોત્ર જીવનભર કરતા રહેવાનો શાસ્ત્રનો આદેશ છે. આથી અગ્નિહોત્ર કરનારનું જીવન તો હંમેશા નિર્વાણ વગરનું (મોક્ષ વગરનું) જ રહે. “આનાથી એમ લાગે છે કે નિર્વાણનું અસ્તિત્વ જ નથી. પરંતુ બીજી બાજુ વેદમાં જ એમ લખે છે કે, "તે રમft વેલિવચ્ચે ઘરમાં " (બે બ્રહ્મ છે, એમ જાણવું જોઈએ. એક પર અને બીજો અપર.) આ વેદ-વાક્યથી નિવણિનું અસ્તિત્વ પણ પ્રતીત થાય છે. આ પરિસ્થિતિમાં સાચું શું? નિવણ છે કે નથી? આ શંકા વર્ષોથી તારા મનમાં છુપાયેલી છે. આ વાત બરોબર છે ને?” પ્રભાસે કહયું: “હા... પ્રભુ! આ જ શંકા છે, જે મારા મનમાં ઉથલ-પાથલ
For Private And Personal Use Only