________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક કાર્યો નકામા સાબિત થઈ જાય. પુણ્ય-પાપના ફળ સ્વરૂપ પ્રત્યક્ષ અનુભવમાં આવતા સુખ અને દુ:ખ પણ અસત્ય ઠરે. બીજ અને અંકુરની જેમ જીવ અને કર્મનો સમ્બન્ધ અનાદિ કાળથી છે. જીવ કર્મ દ્વારા શરીરને મેળવે છે અને શરીર દ્વારા ફરી કર્મને બાંધે છે. અને કરોળિયાની જેમ પોતાની મેળે જ જાળો બનાવીને જાતે જ તેનામાં ફસાઈ જાય છે. બંધાય છે. તથા સુદેવ-સુગુરુ અને સુધર્મની ભક્તિ-સેવા દ્વારા આત્માની શુદ્ધિને પામીને સ્વયં જ મોક્ષને પણ પામે છે.” પ્રભુની વાણી દ્વારા પોતાનો સંશય નિર્મળ થઈ જતાં મણ્ડિતજીએ પણ પોતાના શિષ્ય-સમુદાયની સાથે પ્રભુનું શરણ સ્વીકારી લીધું. દીક્ષા લીધી. અને પ્રભુએ આપેલી “ત્રિપદી” ના આધાર ઉપર “દ્વાદશાંગી”ની રચના કરીને જીવનને સફળ બનાવ્યું.
શાંતિ ક્યાં છે? એક સમાટે એક યુવકની વીરતા જોઈને એને મનવાંછિત વરદાન માંગવા આ કહયું. યુવકૅ કહયું: “મારે ધન જોઇતું નથી. કારણ કે મારા પિતા ધન તો ઘણું મૂકી ગયા છે. પ્રતિષ્ઠા પણ મારે જોઈતી નથી; કારણ કે મારી વીરતાને કારણે એ તો સ્વયં મને મળી રહી છે. મારે સત્તા પણ જોઇતી નથી. કારણ કે એ તો મારા શાસકના હાથમાં સુરક્ષિત છે. મારે તો માત્ર “શાન્તિ’ જોઈએ છે.” યુવકની માંગણી સાંભળીને સમ્રાટ તો હતપ્રભ થઈ ગયો અને બોલ્યો: OK
ભાઈ! એ તો મારી પાસે પણ નથી.” છતાં એણે પોતાનું વચન પૂર્ણ કરવા માટે પોતાના કુળદેવતાને યાદ કર્યા. પછી સમ્રાટ અને પેલા યુવકને લઈને કુળદેવતા એક યોગી પાસે પહોંચ્યા અને એની સમક્ષ પેલા યુવકની માંગણી રજૂ કરી. યોગીએ સ્મિત વેરતાં કહયું “ઓ ભોળા પ્રાણી! શાંતિ વળી કયાંક બહારથી મળવાની છે? જયાંથી અશાંતિ પેદા થાય છે, ત્યાંથી જ શાંતિ મળશે. શાંતિની ખોજ માટે બહાર નહિ, તારી અન્દર જ નજર કર. તારા હૃદયમાં જ સાત્તિનું મૂળ છે. એ આપી શકાતી નથી. જાતે જ મેળવવી પડે છે. અરે! મેળવવી પણ નહિ, માત્ર અનાવૃત્ત જ કરવી પડે છે.” યુવક, સમ્રા અને કુળદેવતાને એ યોગીના ચરણોમાં પ્રણામ કર્યા. અને શાન્તિનું બોધસૂત્ર પામીને સહુ પોત-પોતાના સ્થાને પાછા ફર્યા.
ફN
For Private And Personal Use Only