________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
હવે સાતમા મહાપંડિત મૌર્યપુત્રનો વારો આવ્યો. એમની પહેલાં છ પંડિતોએ જયારે પોત-પોતાના સંશયોને દૂર કરીને દીક્ષા લીધી, ત્યારે તેઓ ભલા, પાછળ કેમ રહી શકે!!
પોતાના સાડા ત્રણસો વિદ્યાર્થીઓના સમુદાયને સાથે લઇને તેઓ પણ પ્રસન્નતાપૂર્વક સમવસણમાં જઇ પહોંચ્યા.
પ્રભુએ કહયું: “હે મૌર્ય પુત્ર! વેદમાં એક વાક્ય છે: "ને ખાનાતિ મોપમાન્ ચીર્વાળાનું ફન્દ્રયમ ધ્રુવે વળાવીન'' [ઇન્દ્ર, યમ, કુબેર, વરુણ, વગેરે માયોપમ દેવોને કોણ જાણે છે? આ વાક્યના કારણે તું એમ સમજે છે કે દેવોનું કોઇ અસ્તિત્વ નથી. માયા (ઇન્દ્રજાળ અથવા જાદૂ) ની જેમ તેઓ દેખાય છે ખરા; પરંતુ હકીકતમાં તેઓ નથી. “સાથે જ વેદમાં બીજી જગ્યાએ એમ કહયું છે કે: સ ષ પળમાનોડતા સ્વર્ણો, અતિ. તે આ યજ્ઞ સાધનવાળો યજમાન શોઘ્ર લોકમાં જાય છે.] કેમકે સ્વર્ગલોકમાં દેવોનો નિવાસ છે. આથી દેવોનું અસ્તિત્વ માલૂમ પડે છે.
યુધો
“આથી જ તારા મનમાં શંકા છે કે દેવોનું અસ્તિત્વ માનવું કે નહિ? બરાબર ને?”
મૌર્યપુત્ર કહે: “હા. પ્રભો! આપ ખરેખર સર્વજ્ઞ છો. વર્ષોથી મારા મનમાં દેવોના અસ્તિત્વ અંગે શંકા ઘુમરાય છે. એ મનમાં ને મનમાં મને ખટક્યા કરે છે. આ શંકાનું સમાધાન કરીને આપ મને અનુગૃહીત કરો.”
પ્રભુ મહાવીર કહે છે: “હે મૌર્યપુત્ર! દેવોના અસ્તિત્વના વિષયમાં તારી શંકા નિરર્થક છે. કેમકે આ સમવસરણમાં તું દેવોને પ્રત્યક્ષ જોઇ જ રહયો છે. પ્રત્યક્ષને માટે બીજા કોઇ પ્રમાણની જરૂરિયાત રહેતી જ નથી. “વેદના એ વાક્યમાં દેવોને માટે જે "માયોપમન્'' વિશેષણ મૂક્યું છે, એનો આશય એ છે કે દેવોનું સુખ પણ શાશ્વત નથી.
''ક્ષીને મુખ્ય મર્ત્યનો વિશન્તિ' જયારે એમનું પુણ્ય સમાપ્ત થાય છે, ત્યારે દેવલોકના ત્યાગ કરીને તેઓ માનવલોકમાં પ્રવેશ પામે છે. અહીં (મર્ત્યલોકમાં) ઉત્પન્ન થાય છે.
“જેમ માયા (જાદૂ) ના દશ્ય અનિત્ય છે, તેમ દેવલોકના સુખ પણ અનિત્ય છે. દેવલોકનું જ ધન્ય (ઓછામાં ઓછું) આયુષ્ય દસ હજાર વર્ષનું છે, અને ઉત્કૃષ્ટ (વધુમાં વધુ) આયુષ્ય તેત્રીશ સાગરોપમ છે.
૬૬
For Private And Personal Use Only