________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમુદાયની સાથે પ્રભુના સમવસરણમાં પહોંચી ગયા.
પ્રભુએ તેમને કહયું: ”હે મણ્ડિત! જે વેદવાક્યના આધારે બન્ધ અને મોક્ષના વિષયમાં તને શંકા જાગી છે, તે આ પ્રકારે છે:
"સહ વિષ્ણુળો વિમુર્ત્ત વઘ્નત, સંતતિ, મુતે, મોવતિ વાતા'
[તે આ વિગુણ એવો વિભુ નથી બંધાતો, ન તો સંસારમાં જન્મ-મરણ કરે છે, ન તો મુક્ત થાય છે કે ન તો બીજાને મુક્ત કરે છે.]
“આ વાક્યના કારણે તું એમ સમજે છે કે, જીવને બન્ધ અને મોક્ષ હોતા નથી. બરાબર છે ને?”
મણ્ડિતે કહયું: “જી હા! આ જ છે મારી શંકા. કૃપા કરીને આમ તેનું સમાધાન કરી મારા ઉપર કૃપા કરો.”
પ્રભુએ કહયું: “આ વેદ-વાક્યમાં રહેલા “વિગુણ” અને “વિભુ” આ બે શબ્દોના અર્થ ઉપર તારું ધ્યાન નથી ગયું.
“વિગુણ”નો અર્થ છે: (૧) ત્રિગુણાતીત. અર્થાત્ સત્વ, રજસ્ અને તમસ્ આ ત્રણ ગુણોથી પર અથવા (૨) વિશિષ્ટ ગુણોથી સમ્પન્ન અથવા (૩) વિગત (નષ્ટ) થઇ ગયા છે છદ્મસ્થ અવસ્થાના ગુણો જેમના... આને “વિગુણ” કહેવાય. અર્થાત્ સિદ્ધપદ પામેલા સિદ્ધોના વિષયમાં અહીં વાત ચાલી રહી છે. કારણ કે સિદ્ધો (વિગુણ) જ માત્ર આવા “વિભુ” છે. વિભુ એટલે વ્યાપક. અર્થાત્ કહેવળજ્ઞાન દ્વારા જેઓ વિશ્વવ્યાપક છે.
આવા વિગુણ અને વિભુ (સિદ્ધો) જ કર્મથી રહિત હોવાથી ન તો કર્મથી બંધાય છે. ન તો જન્મ-મરણના ચક્કરમાં પડે છે. તેઓ મુક્ત પણ થતા નથી. કારણ કે જે બહ્ન (બંધાયેલો) હોય તે જ મુક્ત થાય છે. સિદ્ધો તો પહેલેથી જ મુક્ત થઇ ચૂક્યા છે. જે મુક્ત જ છે. તેને વળી (ફરીવાર) મુક્ત થવાની શી જરૂર? અને તેઓ બીજાઓને મુક્ત કરતા પણ નથી. (તેઓ અરિહંત અવસ્થામાં પણ કેવળ મુક્તિનો માર્ગ બતલાવે છે. એ માર્ગ પર ચાલનાર જીવ સ્વયં જ મુક્ત બની જાય છે.)
જયાં સુધી સંસારી શરીરધારી જીવોનો સવાલ છે, ત્યાં સુધી તો શુભ-અશુભ કર્મોના અનુસારે સંસારમાં જન્મ-મરણ પામે છે. કર્મોથી બંધાય છે. અને અંતે મોક્ષ પણ પામે છે.
આથી જ કર્મોનો બન્ધ અને મોક્ષ – બન્નેનું અસ્તિત્વ છે જ. જો આ બન્ને ન હોય તો મોક્ષના પ્રરુપક સઘળા ધર્મશાસ્ત્રો, સઘળો ધર્મોપદેશ, અને સઘળા
૬૪
For Private And Personal Use Only